GUJARATMODASA

સાયરા ગામ ચૌધરી સમાજ ની દીકરી દ્વારા અગ્નિદાહ આપવાની સાયરા ગામમાં પ્રથમ ઘટના,મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિન પટેલનું અવસાન 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

સાયરા ગામ ચૌધરી સમાજ ની દીકરી દ્વારા અગ્નિદાહ આપવાની સાયરા ગામમાં પ્રથમ ઘટના,મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિન પટેલનું અવસાન

સાયરા ગામ ચૌધરી સમાજ ની દીકરી દ્વારા અગ્નિદાહ આપવાની સાયરા ગામમાં પ્રથમ ઘટના.આખું ગામ નમ આંખે જોતું રહ્યું.એક પથ્થર દિલ માનવીનું પણ હૃદય દ્રવ્ય ઉઠયું.એક યુવાન પિતા અને મોડાસા તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિન પટેલ યુવા અવસ્થાએ.અચાનક મૃત્યુ નીપજવાની ઘટનાથી ગામ આખું શોકમગ્ન હતું

નીતિન પટેલ એક સુખી-ભાગ્યશાળી અને મહેનતુ અને હિંમતવાન માણસ હતા જે , તેની એકની એક પુત્રી દેવાંશીને ખૂબ પ્રેમ કરતા હતા…. દેવાંશી 18 વર્ષની બુદ્ધિશાળી અને હિંમતવાન દીકરી છે..નીતિનભાઈ ના મૃત્યુથી આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું… દેવાંશી અને તેની માતા ઊંડો આઘાત માં હતા… અને એક બાજુ નિતીન ભાઈની અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી,

ગામના વડીલો અને સંબંધીઓ પરંપરાગત વિધિઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા.એકની એક દીકરી હોય અગ્નિદા કોણ આપશે,ત્યારે જ દેવાંશીએ તેના કાકા અને માતાને કહ્યું, “મમ્મી, મારે જ પપ્પા ની દાહ સંસ્કાર વિધિ કરવી છે .” . આ એક અસામાન્ય વિનંતી હતી, અને ગામમાં અગાઉ ક્યારેય બન્યું ન હતું.પરંતુ દેવાંશી એક હિંમતવાન પુત્રી દ્વારા પોતાના પિતાને સ્મશાને જઈ અંતિમ સફરમાં સાથ આપી અગ્નિદા આપવાની વિધિ કરવા જણાવતા . તેણીએ કહ્યું, “મારા પિતાએ હંમેશા મને એક પુત્રની જેમ હિંમત આપી છે… તેમણે મને ક્યારેય કંઈપણ ગુમાવવા દીધું નથી… હું તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું.”

દેવાંશીની દ્રઢતા અને મક્કમ પ્રેમ.જોઈને સ્મશાને જઈ ને અંતિમ સંસ્કાર આપ્યા આ ઘટના જોઈ.મજબૂત મનના માનવી પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા, દેવાંશીએ તેના પિતાના નશ્વર અવશેષોના અંતિમ સંસ્કાર કર્યા.આ દ્રશ્ય સમગ્ર ગામ માટે ભાવુક હતું.બધાની આંખો ભીની હતી.દેવાંશી એ માત્ર તેના પિતા પ્રત્યેનો પ્રેમ.અને આદર જ દર્શાવ્યો નથી.પરંતુ એક નવો દાખલો પણ બેસાડ્યો છે. તેણીએ સાબિત કર્યું કે પુત્રીઓ પુત્રો સમાન છે.અને તેઓ દરેક સંસ્કાર કરી શકે છે.આ ઘટનાએ સાયરા ગામના લોકોના હૃદયમાં ઊંડી છાપ છોડી. દેવાંશીની હિંમત અને દ્રઢ નિશ્ચયએ સૌને પ્રેરણા આપી.જે પુત્રી દ્વારા પિતાને પ્રેમ, આદર અને હિંમતની શક્તિ દર્શાવે છે

Back to top button
error: Content is protected !!