Rajkot: રાજકોટમાં ગોંડલ ચોકડી, માધાપર ચોકડી સહિતના વિવિધ સ્થળોએ ખાનગી વાહનો માટે નો-પાર્કિંગ જાહેર*

તા.૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં ભાડાથી ચાલતી ખાનગી બસો, મિનિ બસ, ખાનગી મેટાડોર, છકડો રિક્ષા, વગેરે વાહનોમાં ગેરકાયદે મુસાફરોના પરિવહનથી એસ.ટી. નિગમને નુકસાન થાય છે. ઉપરાંત આ વાહનો આડેધડ પાર્ક થતા હોવાથી ઉભી થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ ખાનગી વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
જે મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક, મોચી બજાર, જગજીવનરામ રેલવે ઈન્સ્ટિટ્યૂટના દરવાજા પાસે, રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ શહેરના રિંગરોડ પર, સોરઠીયાવાડી ચોક, ગોંડલ રોડ પરના રેલવે ક્રોસિંગ પાસે પી.ડી.એમ. કોલેજની સામે, ભાવનગર રોડ આઈ.ટી.આઈ. પાસે આજીડેમ ચોકડી, કાલાવાડ રોડ પર કોટેચા ચોક તથા કાલાવાડ રોડથી કે.કે.વી. હોલ ચોકડી ઉપરાંત ગોંડલ રોડ ચોકડી, કટારિયા ચોકડી, માધાપર ચોકડી, બેડી ચોકડી, ડિલક્સ ચોક વગેરે સ્થળોએ નો-પાર્કિંગ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.



