ઝાલોદના યુવકની અર્ટીગા કાર હાલોલના ભેજાબાજે મહિને 30 હજારનું ભાડું મળશે કહીને પચાવી પાડતા નોધાઇ પોલીસ ફરિયાદ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૨.૨૦૨૬
હાલોલ ના ભેજાબાજે ઝાલોદના ના યુવક ની અર્ટીગા કાર માસિક ત્રીસ હજાર ના ભાડે રાખી કાર નું માસિક ભાડું કે કાર પણ પાછી ન આપી કાર ને સગેવગે કરી દેતા ઝાલોદના યુવાને હાલોલ પોલીસ મથકે ભેજાબાજ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.જોકે ભેઝબાજે ફક્ત આ એક નહિ પણ અન્ય દશ લોકોને પણ છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લા ના ઝાલોદ ગામ ના કુંભારવાસમાં રહેતા મહેશભાઈ વાલાભાઇ પ્રજાપતિ ઉ.વ.34 નાઓ કપડાંની લારી કરી પોતાના પરીવારનું ભરણ પોષણ કરે છે તેમને આથી નવ મહિના પહેલા અર્ટીગા કાર લેવાનું મન થતા તેઓને લોન મળી શકે તેમ ન હોવાથી તેમના મિત્રના નામે કાર ખરીદી હતી મહેશભાઈ ની સાસરી ફતેપુરા હોવાથી તે ફતેપુરા જતા હતા દરમ્યાન ફતેપુરાના ફિરદોસભાઈ નાગુજી સાથે મુલાકાત થતા તેમને જણાવ્યું હતું કે મેં મારી 16 ગાડીઓ ભાડે મુકેલ છે જો તમારે મુકવી હોય તો કહો દર મહિને રૂપિયા ત્રીસ હજાર ભાડું આપશે અને પેટ્રોલ અને ડ્રાઈવર તેમના રહશે જેથી મહેશભાઈ એ હા કહેતા બંને હાલોલ ના તનનું હોટલ પર આવ્યા હતા ત્યાં હાલોલના સરસ્વતી સ્કૂલની સામે આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે કરણભાઇ રમણભાઈ વાદી સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે વાતચીત કરી કાગળ લખાપટી કરી 7મી જાન્યુઆરી ના રોજ ગાડી અરવિંદભાઈને સોંપી દીધી હતી. ત્યારબાદ 24 મી જાન્યુઆરી ના રોજ મહેશભાઈ ના મોબાઈલ પર ફોન આવ્યો હતો સામે વાળા વ્યકતિએ જણાવ્યું હતું કે તમારી અર્ટિગા કાર સેલ કરવાની છે તો તેમને ના કહ્યું હતું. ત્યારબાદ મહેશભાઈ એ અરવિંદભાઈ ને 25 મી જાન્યુઆરીએ ફોન કરી ભાડા ની વાત કરતા તમારું ભાડું 1લી ફેબ્રુઆરી ના રોજ મળી જશે તેમ જણાવતા મહેશભાઈ ને 1લી તારીખે ભાડું ન મળતા તેમને બે ત્રણ દિવસ રાહ જોઈ 5મી ફેબ્રુઆરીના રોજ ફોન કરતા અરવિંદભાઈ નો ફોન સ્વિચઓફ આવતા બીજા દિવસે હાલોલ ખાતે અરવિંદભાઈના ઘરે આવતા તેઓ મળી આવેલ નહિ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ભાઈ લોકોની ગાડીઓ લઇ ને પછી આપતા નથી તેઓ અન્ય દશ લોકોની કાર ભાડે રાખી ભાડું કે કાર પણ પાછી ન આપી તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડતા મહેશભાઈ એ હાલોલ પોલીસ મથકે અરવિંદભાઈ વાદી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






