અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરની રમઝટ નવરાત્રીમાં સાતમા નોરતે ખેલૈયાઓનો ઉમંગ, આઠમાં નોરતે કલમેશ બારોટ,સોનુ ચારણ અને ખુશ્બુ અસોડિયા મોડાસામાં મચાવશે ગરબાની રમઝટ
મોડાસા શહેરની રમઝટ, રામપાર્ક તથા અર્બુદા નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા. પ્રાચીન અને અર્વાચીન ગરબાના તાલે ખેલૈયાઓએ માથું ઝૂકાવી માતાજીના ચરણોમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો.ગરબા રસિયાઓએ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ્સ પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં ધૂમ મચાવી. યુવાનોના ઉત્સાહ અને ઊર્જાએ સમગ્ર માહોલને કેસરિયો રંગ ચઢાવ્યો. યુવતીઓના ઘાઘરા-ચોળી અને યુવકોના કેડિયા-ધોટી સાથેના પરંપરાગત પરિધાનથી ગરબા ગ્રાઉન્ડ ઝગમગી ઉઠ્યું.ગરબા રાસમાં જોડાયેલા યુવા-યુવતીઓએ સાતમા નોરતે માતાજીની આરાધના સાથે આનંદનો અહેસાસ કર્યો અને નવરાત્રીની રમઝટમાં ઉમંગનો શણગાર ચઢાવ્યો.
બીજી તરફ આજે મોડાસા શહેરમાં નામચીન કલાકારો વિવિધ જગ્યાએ ગરબાની ધૂમ મચાવશે જેમા કમલેશ બારોટ, ખુશ્બુ અસોડિયા, અને સોનુચારણ ખેલૈયાઓ ને ગરબે ગુમાવશે સાથે મોડાસામાઁ નામચીન કલાકારો ગરબાની રમઝટ મચાવશે