BANASKANTHAGUJARATKANKREJ

ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.

ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
—————————————
૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.
—————————————
પાટણમા આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ ૧૫ મી માર્ચ ૨૦૨૬ ના રોજ સતાધાર ધામના પરમ પૂજ્ય મહંતશ્રી વિજયબાપુની પાવન નિશ્રામાં ભૂમિદાતા પ્રજાપતિ નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ તથા પ્રજાપતિ યોગેશકુમાર હિંમતલાલ પરિવાર ના વરદ હસ્તે શાસ્ત્રીજી જીતુભાઈ પંડયા અને મુકેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ.આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ૧૫ કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થશે.તેમાં ૩૫૦ કુમારો અને ૧૦૦ કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ ના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગ થકી આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટ માં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે.કુમાર અને કન્યા છાત્રાલય તેમજ પ્રવેશદ્વાર માટે આજે ઉછામણી બોલાઈ જેમાં કન્યા છાત્રાલય માટે ૮૫,૧૧,૧૧૧/- ની બોલી પ્રજાપતિ દયાગૌરીબેન પુનમચંદભાઈ જ્યારે કુમાર છાત્રાલય માટે ભરતભાઈ પ્રજાપતિ સારથી ઓટો શો- રૂમના માલિકે ૫૧ લાખની ઉછામણી બોલી હતી.મુખ્ય પ્રવેશદ્વાર માટે ગંગારામભાઈ પ્રજાપતિએ ૩૬ લાખની ઉછામણી બોલતા આજે સમાજના ભામાશાઓ દ્વારા ૪ કરોડ જેટલું અનુદાન બાલાયું હતું.આ ઉપરાંત વિવિધ રૂમના અને અન્ય દાતાશ્રીઓ પણ યથા શક્તિ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં મોતીભાઈ પ્રજાપતિ, નવનીતભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પુનમચંદભાઈ પ્રજાપતિ,અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા,નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ પ્રજાપતિ, રાજ્ય સભાના પૂર્વ સાંસદ દીનેશભાઈ અનાવાડીયા, સંસ્થા ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, મંત્રી રઘુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ થરા,પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ,અમૃતભાઈ કંબોયા, રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ, પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, માધુભાઈ પ્રજાપતિ, કનુભાઈ મારૂ,શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદના પ્રમુખ દિલીપભાઈ પ્રજાપતિ, વાઘજીભાઈ પ્રજાપતિ, જેન્તીભાઈ પ્રજાપતિ વિઠોડા, લીલાભાઈ પ્રજાપતિ સુરત, મહેશભાઈ ઊંઝિયા,રમેશભાઈ પ્રજાપતિ,ઉમેશભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ કડી,હરજીભાઈ નાણાં,દલસુખભાઈ માંડવી- પાટણ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સુરેશભાઈ ઓઝા એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!