“સ્કાય ઇઝ ધ લીમીટ નહી પરંતુ બીગીનીંગ”

🔺 પ્રેસનોટ 🔺
*જૂનાગઢની મંડલિકપુર શાળામાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની અનેરી ઉજવણી*
“વિજ્ઞાન શિક્ષક શ્રી તુષારભાઈ પંડ્યાનું સ્વપ્ન છે કે જૂનાગઢના વિદ્યાર્થીઓ પણ ઈસરો અને અંતરિક્ષ માટે કાર્ય કરી શકે.”
જામનગર ( ભરત ભોગાયતા)
* ભારત સરકાર અને ઈસરો દ્વારા 23 ઓગસ્ટ ને રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023 ની આ તારીખે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હોવાથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢ તાલુકાની મંડલિકપુર પ્રાથમિક શાળામાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ વધે તેમજ અંતરિક્ષની પૂરતી સમજ મળી શકે તે હેતુથી ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી તુષારભાઈ પંડ્યા દ્વારા ખાસ આયોજન કરવામાં આવેલ હતું. રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ નિમિત્તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે ઈસરોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં તુષારભાઈ પંડ્યાએ ઇસરોની સ્થાપના, પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ, મિશન આદિત્ય L1, ચંદ્રયાન-1,2,3, મંગળ મિશનથી લઈને ભારતના પ્રથમ સમાનવ મિશન ગગનયાનની માહિતી આપેલ હતી. ઉપરાંત દરેક બાળકોએ અવકાશ અંતરીક્ષ અને ઇસરોના મિશન અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં અને સ્પેસ ક્વિઝ માં પણ ભાગ લીધો હતો.


હાલ જ અંતરીક્ષ માંથી પરત આવેલ શુભાંશુ શુક્લાની વાત સાથે જ શાળાના દરેક બાળકોને પણ ઈસરોમાં ભારતના અવકાશયાત્રી તરીકે કાર્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોસ્ટર મેકીંગ સ્પર્ધા માટે શિક્ષક શિતલબેન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આથી વિદ્યાર્થીઓએ અદ્ભૂત પોસ્ટર બનાવેલ હતા. આજના દિવસની ઉજવણી અંતર્ગત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના શ્રી પ્રતાપસિંહ ઓરા સાહેબ દ્વારા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમ આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આવજો મને સફળ બનાવવા શાળાના આચાર્ય અતુલભાઇ પંડ્યા અને શિક્ષકો રમાબેન, શીતલબેન અને નવલભાઇ દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો.



