ARAVALLIGUJARATMODASA

મોડાસામાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈ ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામુ પ્રસિદ્ધ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસામાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈ ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામુ પ્રસિદ્ધ

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત મહત્વની કામગીરી શરૂ થનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે માનનીય મેજિસ્ટ્રેટ/કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ, મોડાસા–મેઘરજ રોડના ચાર રસ્તા (ટાઉનહોલ) થી મોડાસા–શામળાજી રોડના ડીપ વિસ્તાર ચાર રસ્તા સુધીનો માત્ર ડીપ ચાર રસ્તાથી મોડાસા ચાર રસ્તા તરફ આવતો એકતરફી માર્ગ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવશે.ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન ટ્રાફિક સલામતી જળવાઈ રહે તથા નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે હેતુસર વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

ડાયવર્ઝન રૂટ આ પ્રમાણે રહેશે:

હજીરા તરફથી આવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ડીપ ચોકડી – ધુણાઈ માતા રોડ – પાવન સિટી માર્ગે અવરજવર કરવા સૂચના આપવામાં આવી છે.જ્યારે મોટા વાહનો જેમ કે ટ્રક તથા બસો માટે હજીરા – જિલ્લા સેવા સદન ત્રણ રસ્તા – પેલેટ સર્કલ – સહયોગ સર્કલ માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા દર્શાવેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. માર્ગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.

Back to top button
error: Content is protected !!