ANANDANAND CITY / TALUKOGUJARAT
જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના

જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના
તાહિર મેમણ – આણંદ – 24/07/2024- ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઇ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા ચીફ ઓફિસરશ્રીઓને ભારે એલર્ટ મોડ માં રહેવા સૂચના આપી છે. વધુમાં તેમણે તમામ અધિકારીઓને તેમના હેડ ક્વાર્ટર ખાતે હાજર રહેવા તથા સંબંધિત ગામના તલાટીઓ તેમના ગામ ખાતે હાજર રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યુ છે. વરસાદને કારણે કોઇ પણ બનાવ બને તો તમામને તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (disaster control room) માં જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે.





