“ઇટ્રા”ડાયરેક્ટરને નર્સિંગ મામલે નોટીસ પ્રકારનો પત્ર



INI ને છાજે તેવી વહીવટી કુશળતાનો અભાવ
“વ્યાપક” શાસ્ર આયુર્વેદના અનુસંધાનમાં “સંકુચીત” વૃતિથી મહેનત કરતા બહોળા નર્સિંગ સ્ટાફને કાયદાનો સંપુર્ણ લાભ જ મળતો નથી
હયાતચકાયદાનો અમલ કરવાને બદલે “હોસ્પીટલ કમીટી” કહેશે તેમ ડાયરેક્ટ કરશે……!! કાયદા કરતા કમીટી મોખરે……….!!!!!!!!!!!!
સરકારી ફંડના અયોગ્ય ખર્ચમાં ઉપયોગ,શિસ્તના અભાવ, પ્રાચીન, શાસ્રનું અનુંસંધાન આધુનિક કન્જસ્ટેડ બીલ્ડીંગમાં, ઔષધોની ખુશ્બુ વાળા મધમાખીઓના ગણગણવાળા ભમરાના ગુંજારવવાળા જોતાજ આંખને ઠંડક આપે ૈરવી હરીયાળી સાથેના રંગબેરંગી પુષ્પો છોડ શીતળતા આપતા વૃક્ષ બોટનીકલ ગાર્ડન …..(ભમરો વાત કહે ગુંજનમાં…..) વગેરે ક્યાં??
૨૦૨૦ થી ઇનસ્ટીટ્યુટ ફોર ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદની સ્થાપના કેન્દ્રસરકારે ૨૦૨૦ માં કરી (જો કે ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્થયન્સ INI નો દરજ્જો આપતા પહેલા દરેક હા તમામ માપદંડ નુ પાલન થાય છે કે કેમ અને હજુય બૈઝીક ઠોસ માપદંડ મુજબ પ્રગતિ કરવી સ્ટાન્ર્ડાઇઝેશન માટેના મુર્ધન્ય નિષ્ણાંતોની પેનલ બનાવવી ,સંકુચીતતામાંથી બહાર નીકળવું , ખર્ચ નહી ખંત અપનાવવુ વગેરે વગેરે વગેરે…. તે જોવાના બદલે ધરોહર સમાન આયુર્વેદ યુનિવર્સીટીનું તમામ છીનવી લેવાની સ્પશ્ટ નિતી સાથેના ઇટ્રા એક્ટની કાયદેસરતાને પડકારશે કોણ??
આ આયુર્વેદો અમૃતાનામ શ્રેણીના આ part 4 માં હજુ આગળ વધીએ
જામનગર સ્થિત આયુર્વેદ કેમ્પસ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસા. એ આયુર્વેદ યુનિવર્સીટીને આયુર્વેદ શિક્ષણ તાલીમ સંશોધન માટે સોંપેલુ છે આ ૬૮ એકર જગ્યા આયુર્વેદ યુનિ. કેમ્પસ તરીકે સુપ્રસિદ્ધ છે હવે ઓચીતુ જ તાજેતરમાં ઇટ્રા (ઇનસ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ) આવ્યુ ૨૦૨૦ થી તેમાં જોગવાઇઓ કરી આયુર્વેદ યુનિ. ભવન સિવાયનું બધુ જ ઇટ્રા એ હસ્તગત કર્યુ આ માટે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસા.ની સહમતી લેવાઇ છે?? કેમ્પસમાં બાંધકામ કરવા ખાડા કરવા સોસાયથી કે કોર્પોરેશનકે સરકારની મંજુરી લેવાઇ છે?? તો લીગલ સ્ટેન્ડ શું? એક નિયત ભાડાપટ્ટો જેનો કબજો “એ” નો છે તે મુળ માલીકની સંમતિ વગર “બી” હસ્તગત કરે છે બારોબાર ઉતાવળો અધિનિયમ બનાવી ને …..તો રેન્ટ એક્ટ, લેન્ડ એક્ટ,રેવન્યુ કોડ,રીસર્ચ લેન્ડ નોટી ફીકેશન,યુનિ.એક્ટ, ઇન્સ્ટીટ્યુશનલ ઓનરશીપ લેન્ડ,રીસર્ચ પ્લેસ ઓનરશીપ વગેરે ને બ્રીચ કરવા માત્ર ઉતાવળો અધીનિયમ જ પુરતો છે?? આવા કાયદાકીય સવાલો ઉઠ્યા છે વિષયો લેતા રહેશુ આજનો વિષય આયુર્વેદો અમૃતાનામ પાર્ટ ૪ છે
આજનો વિષય છે
ઇટ્રાના નર્સિંગ સ્ટાફને અન્યાય
સૌ પ્રથમ મજૂર મહાજન સંઘ એ ઇટ્રા ના ડાયરેક્ટરને લીગલ નોટીસ ટાઇપનો પત્ર પાઠવાયો છે તે અક્ષરસ: જોઇએ
___નોટીસ પ્રકારનો પત્ર—–
(રાષ્ટ્રીય શ્રમ સંગઠન)
પીએચ. (0) 0288-2677775 મુખ્યમહાજન સંઘ 210, એ-1, કોમ્પ્લેક્સ, 2 માળ, દયા શંકર બ્રહ્મપુરી પાસે, કે.વી. રોડ, જામનગર-361001
તા. ૧૦/૧૦/૨૦૨૪
પ્રતિ, માન. ડાયરેકટરશ્રી, આઈ.ટી.આર.એ., બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, ગુરૂદ્વારા રોડ. જામનગર
બાબતઃ- કાર્યરત નસીંગ સ્ટાફને પાંચ દિવસીય અઠવાડિયાના લાભ આપી લેવાયેલ કરજનું વળતર ચુકવવા અંગે.
સંદર્ભ:-
૧) ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ના નોટીફીકેશન
નં. એ-૨૮૦૧૧/૧/૯૦/પી.એમ.એસ. તા. ૧૧/૦૯/૧૯૯૦ (૨) પી.જી. હોસ્પિટલ /એ/૨૦૨૧-૨૨/૩૯૬ તા. ૦૧/૧૦/૨૦૨૧ નો આવતો
ઓફિસ ઓર્ડર
(૩) પી.જી.ટી./૭/૫/૨૦૨૦-૨૧/૨૦૬ તા. ૦૯/૦૩/૨૦૨૧ નો સેકયુલર
માન. સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત બાબત અને સંદર્ભે જણાવવાનું કે,
અમો મજુર મહાજન સંઘ, જામનગર એ ટ્રેડ યુનિયન એક્ટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર કર્મચારી કામદાર યુનિયન છીએ. અને આપની સંસ્થા તથા ગુજરાત આયુર્વેદ યુનિર્વસીટીના જુદા – જુદા વિભાગમાં જુદા- જુદા હોદા ઉપર કાયમી, રોમજદાર, કોન્ટ્રાકટર ધ્વારા આઉટ સોસીંગ તેમજ સેલ્ફ ફાયનાન્સના વિભાગમાં કાર્યરત કર્મચારીઓ અમારા યુનિયનના સભ્યો છે.
જે નાતે આપને જણાવવાનું કે,
ગુજરાત આયુર્વેદ યુનિર્વસીટી માંથી આપનો વિભાગ અલગ થયો અને આઈ.ટી. આર. એ. નામથી જાણીતો થયો અને આપની સંસ્થા મીનીસ્ટ્રી ઓફ આયુર્વેદ ભારત સરકાર હેઠળ આવેલ છે.
અને મીનીસ્ટ્રી ઓફ આયુ ની સુચના અને તેના નિયમોનુસાર આપે વહીવટ ચલાવવાનો રહેતો હોય છે. ભારત સરકારના આયુષ વિભાગ ધ્વારા સને ૧૯૯૦ ની સાલમાં પરીપત્ર બહાર પાડેલ જે ઉપરોક્ત સંદર્ભ અનુસારનો છે. જે અનુસાર આપના દ્વારા ઉપરોકત સંદર્ભ-૨ મુજબનો ઓફિસર ઓર્ડર બહાર પાડેલ છે.
જેમાં જણાવવામાં આવેલ છે કે અઠવાડીયાના પાંચ દિવસનું વર્કીંગ નકકી થયેલ છે તે અનુસાર આપના ધ્વારા નર્સિંગ સ્ટાફને પાંચ દિવસ અઠવાડીયાનો લાભ આપવામાં આવતો નથી.
આવા સંજોગોમાં આપની જવાબદારી બને છે કે ભારત સરકારશ્રીને પરીપત્ર મીનીસ્ટ્રી ઓફ આપુસ ધ્વારા બહાર પાડેલ પરીપલનો અમલ કરવા જોઈએ જે નકક્કી કરી પરીપત્રનો ભંગ કરી ગેરકાયદેસરનું કૃત્ય કરેલ છે.
આ સંબંધે કાર્યરત નર્સિંગ સ્ટાફ ધ્વારા આપની સમક્ષ લેખીત માખીક રજુઆત કરવામાં આવેલ હોવા છતાં આપના વહીવટ ધ્વારા યોગ્ય પ્રત્યુતર આપેલ નથી કે મીનીસ્ટ્રી ઓફ આવસના પરીપત્રના અમલવારી કરેલ નથી. તે થણી દુઃખદ બાબત છે.
આમ એક જવાબદાર વહીવટકતાં છે. અને ચોકકસ વહીવટ કરવો તે નિયમોનુસારનું છે. ને આપના વહીવટકતાં છો. અને ચોક્કસ વહીવટ કરવો તે નિયમોનુસાર નું છે. જે આપના વહીવટ ધ્વારા કરવો જોઈએ જે
કરતા નથી. અચરજની વાત તો એ છે કે આપના તા. ૦૭/૧૦/૨૦૨૪ નો પત્ર ક્રમાંક નં. આઈ.ટી.આર.એ./ હોસ્પિટલ/એ/૨૦૨૪-૨૫/૩૪૬ થી અરસકતાં નસીંગ સ્ટાફ કર્મચારીને ઉદેશીને પત્ર લખેલ છે. કે પાંચ દિવસીય
અઠવાડીયા અંતર્ગત હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટી બનાવી અને તેમાં યોગ્ય નિર્ણય લેવાશે. તેમજ જો વધુ માંગણી
કરશો તો ઈડીસીપ્લીન ગણી કર્મચારી સામે પગલા લેવામાં આવશે. જે હાસ્યપદ તો છે પરંતુ આ પત્ર આપનો
ઔધોગીક વિવાદ ધારા -૧૯૪૭ થી કલમ -૨૫(ટી) ની જોગવાઈ અનુસાર અનફેર લેબર પ્રેકટીસ ગણાય અને
જે બાબતની ગંભીરતા આપે જણાવી જોઈએ અને કર્મચારી ઉપર કોઈ જ દમનકારી કાર્યવાહી ન કરી શકાય.
જયારે ભાઈ સહકાર ના નિયમો નકકી થયેલ હોય અને તે માટે પણ જો તમારે હોસ્પિટલ મેનેજમેન્ટ
કમિટી બનાવવી પડે તે ખરેખર દુઃખદ બાબત છે. અને વહીવટી અણઆવડત છે તેવું અનુભવીએ છીએ.
અમોએ એવું સ્પષ્ટપણે લાગે છે કે નર્સિંગ સ્ટાફ દ્વારા તેના સર્વિસના હકક હિસ્સામાં છે. નામદાર
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે.સી.એ. ૯૩૯૬/૨૦૨૧ થી ચાલે છે. તેનો ખાર રાખી આપ પાંચ દિવસીય
અઠવાડીયાનો પરીપત્ર છે જે લાભ આપવાનો છે. તે એટલા માટે દેવા માંગતા નથી આમ કિન્નાખોરી ભયું વર્તન
આપના વહીવટકર્તા દ્વારા કરવામાં આવી રહયુ છે.
આ ઉપરોકત તમામ ભાબતો ને ધ્યાને લઈ આપને જણાવવાનું કે ઉપરોકત સંદર્ભમાં જણાવેલ પરીપત્રો
ઓફિસ ઓર્ડર ઓફિસ સરક્યુલર નો અમલ કરવામાં નહી આવે તો આ માટે અમોને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા
ફરજ પડશે તેમજ એ પણ જણાવીએ છીએ કે,
જયારથી આપની આઈ.ટી.આર.એ. ગુજરાત આયુર્વેદ પુનિર્વસીટીથી અલગ થયેલ તે તારીખથી આજ
દિવસ સુધી દરેક અઠવાડીયામાં એક દિવસ વધુ કામગીરી લેવડાવી તે દિવસનો ઓવર ટાઈમ ગણી ડબલ પગાર
આપવાની જવાબદારી પણ આપના વહીવટ કર્તાઓની છે.
આથી ઉપરોકત બાબતે વિનમ્રપણે જણાવીએ કે કોઈ જ પ્રકારે ઔદ્યોગીક અંશાતી ન ઉદભવે તેવી
પરીસ્થિતી જાળવી રાખી નસીઁગ સ્ટાફને પાંચ દિવસીય અઠવાડીયું ગણી ભારત સરકારના પરીપત્રની અમલવારી
કરશોજી
પંકજ જોષી
જનરલ સેક્રેટરી,
મજુર મહાજન સંધ
—હવે આ પત્રની એઝ ઇટ ઇઝ નકલ—————
હવે આવું જ એથયલે કે ભારત સરકારનું મીનીસ્ટ્રી ઓફ આયુષ હેઠળ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ આયુર્વેદના નિયમ મુજબ કાર્યરત અમદાવાદ ના આયુર્વેદ અનુસંધાન કેન્દ્રનો નર્સીંગ ડ્યુટી બાબતેનો જવાબ જોઇએ…..નીચે
જે ટુંકમાં ઘણું કહી જાય છે
મુળ વાત…………..
મુળ વાત એ છે કે જામનગરનું કેન્દ્ર સરકારનુ આયુર્વેદ સંશોધન કેન્દ્ર એટલે ઇટ્રા તેમના નર્સિંગ સ્ટાફ (મહદ અંશે બહેનો પણ હોય અને શાસ્ર મુજબ ….યત્ર પુજ્યન્તુ નાર્યસ્તે….રમન્તે તત્ર દેવતા……તો ભુલાય પણ ગયુ…….)ને કેન્દ્ર સરકારના અમલમા રહેલા કાયદા મુજબ ફરજનો લાભ નથી આપતુ એટલું જ નહી ઇટ્રા ના ડાયરેક્ટરે પત્ર પાઠવ્યો કે હોસ્પીટલ કમીટી નિર્ણય લે તે મુજબ નર્સીંગ સ્ટાફને ફરજના લાભ મળશે અને આ અંગે અમારા હુકમોનુ પાલન ન કરનાર નર્સીંગ સ્ટાફ ઉપર ગેરશિસ્તના પગલા લેવાશે……..જો કયરી છે તી આને તો……પોતે ઇન્ચાર્જ છે…..પોતાની રેગ્યુલર નિમણુંક થઇ નથી…..ઇટ્રા ના ડાયરેક્ટરની આ પોસ્ટ ઉપર બહારથી કોઇને “ઉ……ઉ…..છે…..ક…ઉ….પરથી” મુકવાનું મન બનાવી લેવાયુ છે પરંતુ પ્રોસીજર બધી જ થશે અને ચાર પાંચ કેન્ડીડેટ ફોર્મ ભરશે…..ઇન્ટરવ્યુ થશે…..તાજેતરમા દિલ્હીથી એક અધીકારી કક્ષાના “ભાઇ”આવશે તખતો ઘડાશે આગળની રણ નિતી(??) ઘડાશે…..વગેરે….વગેરે….
મુળ વાત કે જેઓ પોતે ઇન્ચાર્જ છે તે અમલમા રહેલા કાયદા પાલન કરી નર્સીંગ સ્ટાફને અઠવાડીયાનું પાંચ દિવસનું વર્કીંગ અસપવાના બદલે હોસ્પીથયલ કમીટી શું કહે છે તેની રાહ જુએ છે એલાભાઇ કાયદો મોટો કે કમીટી??? પણ નર્સીંગ સ્ટાફ તેમના અન્ય હક હિસ્સા મામલે ઇટ્રા સામે અદાલતમા ગયેલ છે માટે કોક ચડાવે છે તો ભાઇ ડાયરેક્ટર (ઇન્ચાર્જ) કાયદાકીય લાભ નર્સીંગ સ્ટાફને આપતા નથી……હવે સ્ટાફ જ પીડીત હોય તેમનું મન ફરજમાં કેમ લાગે?? સરવાળે ચિકિત્સા ઉપર અસર પડે સરવાળે દરદી(આતૂર……અ)નો યોગ્ય ઇલાજ થાય નહી……સરવાળે આયુર્વેદ શાસ્ર અંગે ગેરસમજ ઉભી થાય…..આખરે સંસ્થા અને શાસ્ર બંનેની અસરકારકતા ઉપર પ્રશ્ર્ન તો થાયને?? એક માત્ર કાયદા પાલન ન કરવાથી કેવુ પરીણામ આવશે? તે નથી વિચારવુ્ ….!! કાં તો કહે ડાયરેક્ટરને જે દોરીસંચાર કરે છે તેની અક્કડ છે કે નર્સીંગ સ્ટાફ કોર્ટમાં શું કામ ગયા?? કાયદાકીય લાભ ન આપી અમે અન્યાય કર્યો એ સહન શું કામ ન કર્યો?? એવું તે ભાઇ સોરી અધીકારી બલ્કે દોરીસંચાર કરનાર માને છે( કોઇ ગેર સમજણ ન થાય એટલે કહી દવ કે ….દોરીસંચાર કરનાર ના નામની અને અટક ની એક જ રાશી છે……તેવુ જો તમે વિચારતા હોવ તો તે અનુમાન…..તે તારણ…..તે સમજણ……ખરેખર સાચી કે ખોટી તે મારે “સોર્સ”ને પુછવા જવુ પડશે બલકે આ સમગ્ર અહેવાલ ઇટ્રા ગૌરવવંતુ બને ગૌરવવંતુ રહે જે ઉદેશ્ય મોદી સાહેબનો છે તે સિદ્ધ થાય તે માટે ઢંઢોળવાનો છે….નહી કર સંસ્થાને ડીમોરલાઇઝ કરવાનો……કાયદા મુજબ કામકરો ને પ્રતિષ્ઠા મેળવો…..બસ
લાસ્ટ પંચ——–
ઇટ્રા માં અમુક અમુક (ડાયરેક્ટર સિવાયના ) છે તેના હાથમાં સાચી સતા છે તે કહે તેમ ઘણુ ખરૂ થાય…..તેમની ઉપર કોક વાયા રાજસ્થાન નો હાથ છે એમ કહેવાય છે ત્યારે …..રાજ્ય સરકારમા કર ને લગત વિભાગમા ફરજ બજાવી ચુકેલા અને તે દરમ્યાન “કંઇક” તેમણે “રાંધેલુ” તેની ખબર તે વિભાગના વડાને ખબર પડી……પછી તો શરીર થોડીવાર ધ્રુજ્યુ ….બાદમાં અમુક “ચોક્કસ” મદદે આવ્યા…..કે ચાલો ઇટ્રા માં …..એ “આપણુ” જ છે……ત્યા આવું “રાંધજો” કોઇ કંઇ નહી કહે…..મૌજ કરો….હવે તે ઇટ્રા મા ફાવતા પદ ઉપર નિયમીત “રાંધે” છે “પચાવે”છે….રસોઇ નો ભોગ પેલા “ચોક્કસ”ને ધરાવે છે ને એ….ય….ને લીલાલહેર છે ……આમ તો આપણે મહેર છે….બાકી લીલા લહેર છે……..(આવા ઘણાં પંચ છે જ ક્યારેક વાત)
_____________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






