આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ ત્રણમાં કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી

આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ -3 માં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકોએ આ ઉજવણીમાં હર્ષ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો.જુદી જુદી વેશભૂષા પરિધાન કરી બાળકો કૃષ્ણ અને રાધાના વેશમાં આવ્યા હતા.સમગ્ર શાળા એક ગોકુળીયુ ગામ હોય એવું પ્રતીત થતું હતું. કેટલાક બાળકો નંદ યશોદાના પરિધાનમાં આવ્યા હતા.શાળાના તમામ શિક્ષકો પણ આ ઉજવણીમાં જોડાયા અને બાળકોને મદદ કરી ઉજવણીને રસપ્રદ બનાવી હતી.બાળકો અને શિક્ષકો એ કૃષ્ણ ગીતો ગાયા,ગરબા અને રાસ રમ્યા અને જુદી જુદી હરીફાઈ જેમ કે વેશભૂષા હરીફાઈ, મટકી શણગારવાની હરીફાઈ, તથા કૃષ્ણ ગીતો ની હરીફાઈ યોજવામાં આવી. ઉજવણીના અંત ભાગમાં મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને છેલ્લે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ગાતા ગાતા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી એમ.કે.મણવર તથા શિક્ષકોએ ભારે જમાત ઉઠાવી આ ઉજવણીને સફળ બનાવી
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા




