GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

*દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે માટે PATHIK એપમાં એન્ટ્રી કરવી :*

નવસારી જિલ્લામાં બહારના જિલ્લા, રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક ધર્મશાળા/ સમાજવાડી/ હોટલ/ મુસાફરખાના/ કલબ હાઉસ/ અન્ય સ્થળોએથી ભાડેથી રૂમ રાખી રહેતા હોય છે.  આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજીક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશવિરોધી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરે તેવી શકયતા રહેલી છે. આ પ્રકારની વોચ માટે ટેકનોલોજીના ઉપયોગી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી એપ PATHIK ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ PATHIK એપમાં દૈનિક ધોરણે દરેક સ્થાનિક હોટલ-ગેસ્ટહાઉસ/ રીસોર્ટ/ફાર્મહાઉસ/ ધર્મશાળા/ મુસાફરખાના/કલબહાઉસનાસંચાલક/માલિક/ભાગીદાર/જવાબદારોઍ એન્ટ્રી  કરવાની રહેશે.

નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ, રાજય તથા વિદેશમાંથી આવતા આવા દેશ વિરોધી અને અસામાજીક તત્વો હોટલ/ગેસ્ટહાઉસ/રિસોર્ટ/ધર્મશાળા/ધાબા/કલબ હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય અને સ્થાનિક વિસ્તાર/જગ્યા/સ્થળો/ વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.

જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાની હોટલ/ ગેસ્ટહાઉસ/ રિસોર્ટ/ ધર્મશાળા/ ધાબા/ કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્થળના માલિકે ગ્રાહકના રજીસ્ટર ઍન્ટ્રી કરવા માટે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવા તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ PATHIK એપમાં ઓનલાઇન કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૭/૦૩/૨૦૨૫ થી તા.૦૪-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ  સજાને પાત્ર થશે.                                     

Back to top button
error: Content is protected !!