લો બોલો હવે આઇ ૧૦ કાર લઇ ને આવી દુકાન આગળ ટી સ્ટોલ પાસે મૂકેલ ગેસ નો બાટલાની ઈસમે ચોરી કરી
સીસી કેમેરા ની ફૂટેજ મેળવી નામજોગ ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રીલાયન્સ પેટ્રોલ પંપ ની પાસે આવેલ પાર્લર અને ટી સ્ટોલ આગળ મુકેલ ગેસનો બોટલો મધ્યરાત્રિ એ ચોરી કરી લઈ જતા હોવાની પાર્લર માલિકે ફરીયાદ નોંધાવી હતી. જેના સીસી ફૂટેજ મેળવતા એક આઇ ટેન કાર આવી પાર્લર પાસે ઊભી રાખી ગેસનો બોટલો ચોરી કરી રહેલા ઇસમનો ફૂટેજ સામે આવતા પાર્લર ના માલિકે નામ જોગ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ ચોરો હવે આઇટેન લઈ ચોરી કરવા ની નવી ટ્રેન્ડ અપનાવતા મુદ્દો ચર્ચા નો વિષય બન્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાન પાર્લર નો અને સાથે ટી સ્ટોલ ચલાવતા રાજુજી કાલુજી ઠાકોર પોતાનો પાર્લર બંધ કરી સાંજે ઘેર ગયા હતા તેઓએ રાબેતા મુજબ ગેસ નો બોટલો દુકાન આગળ મૂકીને ગયા હતા. સવારે આવીને જોતા ગેસ નો બાટલો ચોરાઇ ગયા ની જાણ થતાં પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી .આસપાસ ના સીસી કેમેરા ની તપાસ કરતા કેમેરા ના ફૂટેજ મા એક ઈસમ આઇ ટેન લઇને આવી સ્ટોલ આગળ મૂકેલો ગેસ નો બાટલો ચોરી કરી ને લઈ જતા જણાઈ આવતા પોલીસ મથકે રાજૂજી કાળુજી ઠાકોરે ધરતી બેંગ્લોજ ખાતે રહેતા શૈલેષ ભાઈ સોની સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.