થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. અભિમુખતા કાર્યક્રમ યોજાયો..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ને મંગળવારના રોજ એન.એસ. એસ.વિભાગ દ્વારા એન.એસ. એસ.અભિમુખતા કાર્યક્રમનું

થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. અભિમુખતા કાર્યક્રમ યોજાયો..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ને મંગળવારના રોજ એન.એસ. એસ.વિભાગ દ્વારા એન.એસ. એસ.અભિમુખતા કાર્યક્રમનું પ્રિ.ડોદિનેશકુમાર એસ.ચારણના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું.બી.એસેમ.૫ ની વિધાર્થિની અસ્તુ સોલંકીએ સરસ્વતી વંદના કરી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ પ્રિ.ડૉ.ચારણે જણાવ્યું હતું કે કૉલેજ સમયમાં વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે કોલેજની અન્ય પ્રવૃતિમાં ભાગ લેવો જોઈએ.વર્તમાન સમયમાં રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોમાં દેશસેવાની ભાવના હોવી જરૂરી છે.રાષ્ટ્રીય સેવા યોજના એ સર્વશ્રેઠ છે.કોલેજના મોટાભાગના વિધાર્થીઓ તેમાં જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે.બી.એ. બી.કોમ સેમ.૧ ના દરેક વિધાર્થીઓ ને એન.એસ.એસ.માં જોડાવા પ્રેરણા આપી હતી.આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમા બી. કોમ. સેમ.-૧ ની વિધાર્થીની પ્રજાપતિ સીમા રાજાભાઈ, આસ્થા દવે,પાયલ પરમાર,કિશન દેસાઈએ ભાગ લીધો હતો.અંતે કોલેજના સપ્તધરા અંતર્ગત નાટ્યધારા દ્વારા લઘુનાટક રજૂ કરવામાં આવ્યું.હતું.એન.એસ. એસ.ઑફિસર ડો.ગૌરવ શ્રીમાળીએ ભૂતકાળna કાર્યક્રમોની ઝલક પ્રસ્તુત કરી હતી.કાર્યક્રમનું સંચાલન ડો.રામ સોલંકીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




