GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી…
*****

 


ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક vઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે – મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા…
*****

મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા.
*****

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
*****

વિશ્વભરમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તે હેતુથી દેશભરમાં દર વર્ષે ૯ ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે.રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના પરિવારોને માળખાકીય સુવિધાઓ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધા, પીવાના પાણીની સવલત, આરોગ્ય સુવિધા, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનના હકો આપીને વિતરણ કરીને તેમના સમગ્રતયા વિકાસની દિશામાં મક્કમ પગલા લીધાં છે. અનુસૂચિત જન જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના રાજ્ય સરકારના પરિણામ લક્ષી કાર્યક્રમો, અભિયાનો અને યોજનાઓ દ્વારા વનબંધુઓનું જીવનધોરણ ઊંચુ લાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્માની ઉદાત ભાવના સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વહીવટી સેવાઓમાં પેરેડાઈમ શિફ્ટ કર્યું છે. ગુજરાતના 14 આદિવાસી જિલ્લાના 92 લાખ જેટલા આદિવાસી બાંધવોના વિકાસ માટેનું અદકેરું સાધન બનાવી એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની નવતર પરિભાષા વિકસાવી છે અને ગુજરાતનો અદ્યતન વિકાસ સાધ્યો છે.છેલ્લા બે દાયકામાં વનબંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે. આજનો આદિજાતિ બાંધવ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે.

આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ સૌને આવકાર્યા હતા.આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થએ આભાર દર્શન સાથે સંપન્ન થયો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ,સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વલવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર,અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!