મહીસાગર જિલ્લાના લુણાવાડા માં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં ગોટાળા નું સુર ઉછળ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મધ્યાન ભોજન સંચાલક ની ભરતી માં ગોટાળા નો સુર ઉછળ્યા?
અમીન કોઠારી:- મહીસાગર
મળતી માહિતી અનુસાર લુણાવાડા માં આવેલ જિલ્લા પંચાયત દ્વારા મધ્યાન ભોજન ના સંચાલકો માટે ની ભરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભરતીમાં કંઈક અંશે દલા તરવાડી જેવી વાતો અહીંયા જોવા મળી તેવો લાગે છે સમગ્ર ભરતીમાં સક્ષમ ઉમેદવારોને ન્યાય ન મળતા સક્ષમ ઉમેદવારો દ્વારા અરજીઓ કરવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી અરજીઓનું નિકાલ આવ્યો તેમ જણાયું નથી આ જે વિરોધનો સુર ઉઠ્યો છે તેમાં કદાવર નેતાઓ કે અધિકારી ઓ ની મીલી ભગતથી આ મધ્યાન ભોજન સંચાલક ની ભરતી કરવામાં આવી છે તેવું લોક મુખેથી ચર્ચા જોર સોર માં ચાલુ થયેલ જણાય આવે છે શું આ મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં મહીસાગર કલેકટર દ્વારા જાત તપાસ કરશે કે શું? આ ભરતી પ્રક્રિયા ફરી થશે કે શું? શું આમાં સક્ષમ ઉમેદવારોને ન્યાય મળશે કે મોટા કદાવર નેતા કે અધિકારીઓ સામે આ સક્ષમ ઉમેદવારો ની હાર થશે તે હવે જોવું રહ્યું!



