દીકરી પર દુષ્કર્મ કરનાર પિતાને માતાએ કુહાડીથી ચીરી નાખ્યો

કળિયુગ હવે ચરમસીમાએ છે, વાસનામાં અંધ બનેલા લોકો ગમે તેવું કામ કરતાં પણ અચકાતાં નથી. ઘોર કળિકાળમાં બાપ દ્વારા દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. કર્ણાટકમાં બેલગાવીમાં આવી એક ખૌફનાક ઘટના સામે આવી છે જેમાં પિતાએ સગી દીકરીને હવસનો શિકાર બનાવી હતી તો તેની પત્નીએ કુહાડીથી કાપીને તેની હત્યા કરી નાખી હતી.
કર્ણાટકના બેલાગવી જિલ્લામાં એક મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણીએ દાવો કર્યો હતો કે તેના પતિએ પુત્રી પર રેપનો પ્રયાસ કર્યો હતો તેથી તેણે તેને મારી નાખ્યો. મૃતકની ઓળખ શ્રીમંથા ઇતનાલે તરીકે થઈ છે. સાવિત્રીએ કથિત રીતે તેમની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યા પછી તેની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીમંથાને દારુ પીવાની ટેવ હતી અને તે ઘરમાં ઘણી વાર ગાળાગાળી કરતો હતો અને પુત્રીઓ પર મેલી નજર નાખતો હતો. એક દિવસે તેણે પુત્રી પર રેપનો પણ પ્રયાસ કર્યો હતો જે પછી ઉશ્કેરાઈને તેણે પતિની કુહાડી મારીને હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ સાવિત્રીએ પતિના ટુકડા કર્યાં હતા અને નજીકના ખેતરમાં ફેંકી દીધો. સાવિત્રીએ ઘટના સ્થળની સફાઈ કરી અને હથિયાર છુપાવી દીધું. ગ્રામજનોએ મૃતદેહ શોધી કાઢ્યો અને પોલીસને જાણ કરી જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શરાબી હતો અને તેની પત્ની સાથે હંમેશા ઝઘડો કરતો હતો. તેણે દારૂ માટે પૈસાની માંગણી કરી અને તેને બાઇક ખરીદવા કહ્યું.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મૃતકે પૈસા માટે તેની પત્નીને પરપુરુષો સાથે સુવા માટે દબાણ કર્યું હતું અને સાવિત્રીએ પતિની વાત માની પણ હતી અને પરપુરુષો સાથે સુતી હતી અને ઘર ચલાવવા પૈસા મેળવ્યાં હતા. આટલું હોત તો ચાલ્યું જાત પરંતુ આરોપીએ એક દિવસ તેની સગી પુત્રીઓ પર પણ નજર બગાડી હતી બસ પછી પત્નીએ તેની હત્યા કરી નાખી હતી.



