GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા દાંતી ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વનવિભાગ ગુજરાત રાજ્યની સામાજિક વનિકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી આઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ના કાંઠા વિસ્તારના અંતરિયાળ દાંતી ગામ ખાતે સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાંતી પ્રાથમિક શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં જિલ્લાના ખ્યાતનામ નિષ્ણાંત ડો. અજય મોદી MD(Skin & VD), DVD, FAAD (USA), સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. નિકિતા (Obstetrics and Gynecology), પી.એચ.સી. દીપલાના ડો.અહેમદ નાનાવડી (M.B.B.S)અને તેમની સમગ્ર ટીમ,તથા આંખના રોગની તપાસ માટે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના ડો સીધુ નાદર તથા ડો મોહમ્મદ શેખ અને રક્તદાન માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવસારીએ આ કેમ્પમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું .

          આ મેડિકલ કેમ્પ દરમિયાન સારવાર મેળવેલ ૨૦૦ થી વધારે દર્દીમાંથી ૧૪ જેટલા દર્દીને મોતિયો ઉતારવાની જરૂરિયાત જણાતા આવનાર ગુરુવારના રોજ રોટરી આઈ નવસારી દ્વારા તેમનું વિનામૂલ્યે ઓપરેશનની સારવાર પુરી પાડવામાં આવશે. આ મેડિકલ કેમ્પનું સુચારુ આયોજન સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલ અને તેમની ટીમ તથા દાંતી ગામના સરપંચ પૂર્વેશ પટેલ, દક્ષેશ પટેલ તથા મનોજભાઈ પટેલે દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!