
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મુલોજ ડોકટરકંપા ના ખેડૂતોનો સોલર કંપની આગળ બેનરો સાથે ઉગ્ર વિરોધ
મોડાસાના મુલોજ અને નહેરૂકંપા વિસ્તારમાં આવેલ મહેન્દ્ર સસ્ટેન ખાનગી સોલાર કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં અને સસ્તા સુધી જવાનો રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.સરકારી તંત્રની ભૂલના કારણે ભોગ બનેલ ખેડૂતોને ન્યાય મળે તે માટે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ સોલાર કંપની આગળ જુદા જુદા બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગણી કરી હતી
અરવલ્લી જિલ્લાના ડોક્ટરકંપા ગામના ખેડૂતો નેહરૂકંપા અને મુલોજમાં આવેલ 400 વીઘામાં રહેલા સોલર વીજપ્લાન્ટનો સખત વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે સરકારી તંત્રની ભૂલના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે. અને સોલાર વીજ કંપનીએ રિ-સર્વેની ભૂલ મુજબ કરેલા એગ્રીમેન્ટથી જમીનનો કબ્જો શરૂ કરતાં ખેડૂતોને રસ્તાની અવરજવર માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સોલર કંપનીએ આસપાસની જમીનો ઉપર કામગીરી શરૂ કરતાં ખેડૂતોમાં ઘર અને જમીન વિહોણા થવાનો ભય સેવાઈ રહ્યો છે. સોલરની કામગીરી દરમિયાન એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબ્જે લેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
ડોક્ટર કંપા ના ભાઈઓ બહેનો એ ખાનગી કંપનીના સોલરપ્લાંટ આગળ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વધુમાં કંપની સાથેકરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની બૂમ ઊઠી છે. 70 વીઘાથી વધુ ખેતરની જમીન, સ્મશાન જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો હોવાનો ખેડૂતો અને ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘના મંત્રી પણ ખેડૂતોની પડખે ઉભા રહીને ન્યાય મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ગ્રામજનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતોને ન્યાય મળે તે માટે માગણી પણ કરી છે




