LAKHTARSURENDRANAGAR

લખતરનાં ભાથરિયા ગામે સવા મહિનાથી પાણી ન આવતા ગ્રામજનો પરેશાન!

તા.27/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ અનેક જગ્યાએ પાણીની રામયાણ શરૂ થઈ છે ત્યારે લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક મહિનો સાત દિવસથી સમ્પમાં પાણી ન આવતા પાણી વિના ટળવળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, ગામની મહિલાઓને દુર દુર તળાવે માથે બેડા લઈ પાણી ભરવા જવું પડે છે પાણી પ્રસ્ને ધારાસભ્ય સહીત તંત્રવાહકોને રજુઆત કરવા છતા કોઈ જ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ અંગેની વધુ વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડી છે, પરંતુ સરકારની યોજનાઓ માત્ર શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. અને વિકાસ માત્ર નેતાઓના ભાષણનો થયો છે પરંતુ વરવી વાસ્ત વિક્તા એ છે કે, આજે પણ અનેક ગામડાઓના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ઉનાળાની શરૂઆત થયાનાં થોડા દિવસો બાદ પાણીનો પોકાર શરૂ થયો છે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાનાં બે હજારની વસ્તી ધરાવતા ભાથરીયા ગામમાં છેલ્લા એક મહિના સાત દિવસથી પૂરતુ પાણી નહી મળતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે હાલ સ્થિતિ એટલી વણસી છેકે, ગામની મહિલાઓ માથે બેડા ઉપાડીને ગામના તળાવનું પાણી ભરીને ન્હાવા ધોવા અને પીવા માટે ઉપયોગ કરવા માટે મજબુર બન્યા હતા ગ્રામજનોની ઉઠતી ફરીયાદ મુજબ છેલ્લા એક મહિનાથી પુરતુ પાણી નહી મળતા પાણી માટે ભડવાણા, દેવળીયા સહીતના ગામોમાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ અંગે ગ્રામજનો દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને અનેક વખત રજુઆત કરવામાં આવી છે જ્યારે ભાથરીયા ગામનાં સરપંચ મહેશભાઈ મેણીયા દ્વારા લખતર ખાતે યોજાયેલ ધારાસભ્યના લોકદરબાર દરમ્યાન પાટડી દસાડા ધારાસભ્ય પી. કે. પરમારને પણ રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનો કોઈ હલ ન મળતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગંદુ પાણી પીધા બાદ કોઈ રોગચાળો ફાટી નીકળશે તો તેના જવાબદાર કોણ થાશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે આજે એક મહિનો સાત દિવસ જેટલો સમય વીતી ગયો છતાં પાણીનાં મુખ્ય સંપમાં પાણી નહી આવતા મહિલાઓ અને ગ્રામજનો તંત્ર સામે રોષ વ્યક્ત કરી લાલધુમ જોવા મળ્યા હતા આ સમસ્યાનો હલ ના આવે ત્યાં સુધી તંત્ર દ્વારા ટેન્કર દ્વારા ગ્રામજનોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહી તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ઉનાળામાં લખતર શહેરનાં વડવાળી શેરી વિસ્તારમાં પાણીની પળોજણ ઊભી થઈ છે ત્યારે સ્થાનિક તંત્રનાં સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રહીશોમાં રોષ ફેલાયો છે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ગરમીમાં ખાસ પાણી જીવન જરૂરી વસ્તુ છે આ ત્યારે લખતર સ્થાનિક તંત્રનાં નબળા વહીવટને કારણે શહેરના લોકો ત્રાસી ઉઠ્યા છે શહેરનાં કેટલાંક વિસ્તારોમાં રોજબરોજ લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે તો બીજી બાજુ અમુક વિસ્તારોમાં એક એક અઠવાડિયા જેટલા સમયગાળાથી પાણી આવતું નથી તેવામાં શહેરનાં વડવાળી શેરી વિસ્તારમાં પાંચેક દિવસ કરતા વધુ સમયથી પાણી ન આવતું હોઈ લોકોમાં રોષ ફેલાયો હતો જેને કારણે મહિલાઓ શેરીમાં એકઠી થઈ રોષ ઠાલવ્યો હતો જેમાં સ્થાનિક તંત્રનાં સત્તાધીશોને આ અંગે રૂબરૂ રજૂઆત કરવા છતાં આજદિન સુધી વિસ્તારમાં પાણી આવતું ન હોવાનું જણાવ્યું હતું જેના કારણે રહેવાસી ઓને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું પણ મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ મહિલાઓને ગામથી એકાદ બે કિ. મી. દૂર સુધી પાણી ભરવા જવું પડે છે લખતર વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તાલુકાનું વિઠ્ઠલાપરા ગામે લાંબા સમયથી પાણીની પળોજણ છે તો મહિલાઓને જીવનાં જોખમે માથે બેડા મૂકી પાણી ભરવા જવું પડી રહ્યું છે ત્યારે અગાઉ આવી રીતે પાણી ભરવા જતી મહિલાઓનાં અકસ્માતે મૃત્યુ થયા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેનાં કારણે હાલમાં પાણી મહિલાઓને માથે બેડા મૂકી રોડ ઉપરથી પાણી ભરવા જાવું પડે છે તેથી મહિલાઓમાં ભારે રોષ ફેલાયેલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “હર ઘર નળ” યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે આહવાન કરવામાં આવે છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!