ARAVALLIMEGHRAJ

મેઘરજના નવાપાણીબાર ગામમાં મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત બનાવેલ નવીન એપ્રોચ રોડ ને લઇ વિવાદ સર્જાયો, કલેકટરને આવેદન પત્ર આપ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના નવાપાણીબાર ગામમાં મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત બનાવેલ નવીન એપ્રોચ રોડ ને લઇ વિવાદ સર્જાયો, કલેકટરને આવેદન પત્ર આપ્યું

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા ના નવા પાણીબાર ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ વાસ્તવમાં નવાપાણીબાર ગામે મંજૂર થયેલો હતો પરંતુ આ રસ્તો નવા પાણીબાર ગામમાં બનાવવામાં આવ્યો નથી જેને લઈને ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા કે આ રસ્તો જે તે જગ્યાએ બનાવવામાં નથી આવ્યો પણ બીજી જગ્યાએ બનાવવામાં આવ્યો છે જેમાં નવા પાણીબાર જગ્યાને બદલે આ રસ્તો ખાંટ વાસ (પાણીબાર )વાંટા બાજુ બનાવવામા આવ્યો છે જે ખોટી જગ્યાએ બનાવેલ છે તેવા આક્ષેપો કર્યા હતા વધુમાં નવીન રસ્તો બની ગયા પછી નવા પાણીબાર ગામ ના નામનું રસ્તાનું બોર્ડ લગાવામાં આવ્યું હતું જેના કારણે નવા પાણીબાર ના ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો ત્યારે હાલતો આ બાબતે નવા પાણીબાર ગામના ગ્રામજનો એ આક્ષેપો કર્યા હતા કે આ નવીન રસ્તો અમારા ગામમાં મજુર થયેલ છે પણ બીજી જગ્યાએ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આક્ષેપો કર્યા હતા કે આમાં અધિકારીઓની સંડોવણી હોય તેવું લાગી રહ્યું જ્યાં રસ્તાની જરૂરિયાત છે ત્યાં રસ્તો બનવો જોઈએ અને યોગ્ય જગાએ બનાવવા આવે તેવી માંગ કરી છે વધુમાં જણાવ્યું હતું કે ન્યાય નહિ મળે તો રસ્તો રોકો આંદોલન કરવાની ચીમકી ઉંચારાઈ હતી તો આ બાબતે યોગ્ય અધિકારી સ્થળ તપાસ કરે અને ન્યાય મળે તેવી માંગ સેવાઈ છે વધુમાં આ બાબતે નવા પાણીબાર ગામના 25 થી વધુ લોકોએ કલેકટર કચેરી મોડાસા ખાતે જઈને રોડ અંગે યોગ્ય ન્યાય મળે તે હેતુ થી આવેદન પત્ર આપ્યું હતું આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ નવીન બનાવેલ રસ્તાનું ખાતમુહર્ત વિસ્તારના ભાજપના ચૂંટાઈ આવેલ ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકર્તા ઓ દ્વારા કરવામાં આવ્યું અને એ સમયે ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અમારો નવીન રસ્તો ક્યારે બનશે ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તો અમે મંજુર કરી લાવ્યા છે તેમ કહ્યું હતું તે  આવેદન પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હવે જોવાનું રહ્યું કે શું આ બાબતે યોગ્ય તપાસ થશે કે પછી અધિકારીઓ ને છાવરવામાં આવશે એતો આવનાર સમય જ નક્કી કરશે ત્યારે આ બાબતે યોગ્ય ન્યાય મળે તેવી ગામ લોકોએ માંગ કરી હતી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!