
JMC-મીઠા મોંઢાના ok પણ “આખલાઓ” ધરવવાના??
ક્રીયેટીવ અધીકારીને અનેક વિભાગ સંભાળવાના ને ઉપરથી “અયોગ્ય માંગણીઓ” …!! વ્યાજબી કામ સમજાય પણ “ધમકીઓ”?? આમાં કામ કેમ થાય?? હજુ ઘણા તો આડાઅવળા થઇ ગયાની ચર્ચા
કોન્ટ્રાક્ટરોએ પાંચ દસ કરોડથી ઉપરના કામો માટે “ખાસ બજેટ” ફાળવવા પડે તેવી સ્થિતિ-ઉપરથી ગુણવતાનો રખાય આગ્રહ
ફરીયાદ એક જ થઇ ખંડણીની પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉઘરાણા પ્રજાહિતમાં રોકવા પડશે ને??
જામનગર (ભરત ભોગાયતા)
“આચાર: પરમો ધર્મ:”
સદાચરણ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે” જામનગર મનપાનો આ લોગો છે
જામનગર મનપાના સીટી ઈજનેર ને ધમકી આપનાર પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા છેક….3 માસ બાદ પોલીસને હાથે ઝડપાયા બાદ કોર્પોરેશનમા તે વખતના ઇ.ચા. ડીએમસીની ચેમ્બરમાં લાવી ખંડણી માંગી ધમકી આપી તે સ્થળ ઉપર લઇ આવી અમુક પુછપરછ કરી હતી પરંતુ વાત આ ગંભીત છે તેની સાથે સાથે બીજા આવા કિસ્સાઓ જે અંગે ફરીયાદ નથી થઇ તે મુદાઓ પણ સંવેદનશીલ છે હશે કોક કર્મચારી કે જુજ એકાદ બે સીનીયર ન હોય તેવા ઇજનેરો કોઇ કિસ્સાઓમાં “સંકલન” કરતા હશે પણ દરેક વિભાગમાં પાલી ચાલશે જ તેમ માની ફુલી ફાલી રહેલા આ “રેગ્યુલર કટકી” ના ધંધા કેટલા વ્યાજબી છે?? ત્યારે આશા સેવાય છે કે અધિકારીઓને દબાવી અને કામ ઉતારનાર હજુ કેટલાક પર તવાઈ આવવાનું નક્કી છે
જામનગર મહાનગરપાલિકામાં કોક પ્રજા પ્રતિનિધી કોઇ RTI એક્ટીવીસ્ટ કોક એવા સામાજીક કાર્યકર કોક જન હિતના ઝંડાની આડમાં ફાયદા માટે કે કામો કરાવવા માટે કેટલાક અધિકારીઓને અવારનવાર દબાણો કરે એવા અમુક મામલાઓ દબાઈ જાય છે જયારે અમુક સામે આવે છે. માટે તો મ્યુ. કમીશનરે કલેક્ટરને દરખાસ્ત કરી અરજદાર સિવાયના કોઇ અન્ય જેને કામકાજ સાથે લગત નથી તેવા કોઇ પણ અજાણ્યા કે જાણીતા લોકો કે એજન્ટો અવારનવાર કચેરીઓમાં આવીને બેસે છે તેથી નિયત કામગીરીને અસર પહોંચે કર્મચારીઓને ખલેલ થાય વગેરે જેવી કોઇપણ પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લાદવાનુ જાહેરનામુ હતુ
એવામાં ગત માર્ચ માસમાં જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની મનપાના બીજા મજલે આવેલ ડીએમસી ચેમ્બરમાં બેસતા હતા ત્યાં કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7 ની ઇમ્પેકટ ફી ની ફાઇલ ક્લીયર કરી આપવાની ધાક-ધમકી આપી કહેલ કે હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે તમારે મહાનગર પાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો (ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઇ જઇ સીટી ઈજનેર ભાવેશ જાનીના શર્ટનો કાઠલો પકડી ધમકીના કૃત્ય કર્યા અંગે કલમ 387, 332, 504, 506(2), સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયાને ત્રણ માસ બાદ આ દીપુ પારીયા ઝડપાયા બાદ કોર્પોરેશનની કચેરીમાં લાવી ભાવેશ જાની ત્યારે ઇ.ચા. ડીએમસી હતા તે ચેમ્બરમા લઇ જઇ પુછપરછ કરાઇ હતી જો કે દીપુ પારીયા ને પોલીસ સ્ટેશન હાજર કરાવવામાં સ્થાનીક સ્વરાજ્યના અમુક પ્રજા પ્રતિનિધીઓએ જહેમત ઉઠાવ્યાની ચર્ચા છે
સાથે વાત એવી પણ છે કે એક તો જામનગર મહાનગરપાલિકા પાસે પૂરતા અધિકારીઓ અને કર્મચારીઓ છે નહિ અને તેવામાં આ રીતે ધમકીઓ અને હુમલાઓની ઘટનાઓ બનતી રહેશે તો તો અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ તૂટી જશે મનપાના શાશકોએ પણ આ બાબતે આળસ ખંખેરી અને અધિકારીઓ અને કર્મચારીઓના પક્ષે રહી અને તેને ન્યાય મળે તેવા પ્રયાસો કરવા જોઈએ.કારણ કે મનપાના હાથ પગ તો અધિકારીઓ અને કર્મચારીઓ જ છે.તેમજ જુજ એવા કોઇ કર્મચારીઓ હોય જે પ્રત્યક્ષ નહી પરોક્ષ રીતે કામના બદલે દામ મેળવતા હોય એવી શક્યતાઓ હોય તો પણ આવી બાબતો વકરી જાય તેની પહેલા સજાગ થઇ જવુ જોઇએ કેમકે “સાંઠગાંઠ” એવી બાબત છે કે તે ઓપન સીક્રેટ હોય છે તે પછી જો કોક નેતા કે આગેવાન કે પદાધીકારી કે ઉચ્ચ અધીકારી સાથે હોય પણ તે મર્યાદામાં શોભે છે અને જો કોઇ અધીકારી દાદ ન દે કોઇ એવા તત્વોને તો…….”તેરે માંગણ બહોત તો મેરે ભૂપ અનેક….” કરી બીજે ત્રીજે ચોથે પાંચમે દાણો દબાવવાની જે પ્રથા પેસી ગઇ છે તે હજુ ય વકરે નહી તે પ્રકારની નૈતિક હિંમત સૌ એ કેળવવી પડશે બીજી તરફ “મારે બધુ વ્યવસ્થીત અને નિયમાનુસાર જ જોઇશે કે તાકીદ કરે ….” તેવા કોક ઉચ્ચ અધીકારી કે કોક પદાધીકારી કે કોક પ્રજા પ્રતિનિધીઓ સુચનાઓ બાદ પોતાના ભાવ ઉંચકાય તે હેતુ જે અમુકનો છે તેની સામે પ્રશાસનને અમુક કિસ્સાઓમાં ઝુકવુ પડ્યુ છે અરે…..કોર્પોરેશનમાં કર્મચારી કે ઇજનેર ના પ્રમોશન એ વહીવટી બાબત છે પરંતુ ક્વોલીફાઇડ હોય પ્રમોશન ડ્યુ હોય ટ્રેક રેકોર્ડ સારો હોય છતા જ્યાં જ્યા નિવેદ ધરવા પડે કે જ્યા જ્યા થી ડીમાન્ડ કરતા ફોન આવે તેવી ઘટના ભલે જુજ હોય પણ લાંબો સમય સુધી આવી વૃતિઓ પડઘાતી હોય છે ત્યારે સરવાળે શું થાય ?? ભાર તો કન્યાની કેડ ઉપર જ હોય અને એજન્સીઓએ હિસ્સા કાઢવા પડે ને?? અંતે વિકાસ કામને અસર થાય ને?? પછી “તે લોકો” કઇ બોલી ન શકે કે આકરા પગલા લઇ જ ન શકે….!! કાં ?? તો કે ” ટકાવારી ” આવા બાંધેભરમે જે મુદાઓનો સાંરાંશ અહીં રજુ કર્યો તે એક શક્યતા માત્ર છે કાલ્પનીક ચિત્ર ઉપસાવ્યુ છે સદનસીબે જામનગર મહાનગર પાલીકાને લાગે વળગે છે ત્યા સુધી પદાધીકારીઓ પ્રજા પ્રતિનિધીઓ કે શાસકપક્ષ સંગઠનની તેમની ફરજ કે જવાબદારી રૂપે કે તકનો લાભ લેવાની નિતિઓ અંગેની કોઇ પણ બાબતો બનવા પામતી નથી તે ખૂબ બિરદાવવા જેવી બાબત છે માટે તો જામનગરનો વિકાસ વણથંભ્યો છે અને છેવાડા સુધીના નાગરીકોને પ્રાથમીક સુવિધાઓ માટેની કટીબદ્ધતા સૌ ની સામે છે જેમાં બાંધછોડ કરાતી જ નથી અને નાણાકીય ગેરરીતીઓના પણ કોઇ દાખલા પણ નથી ચાન્સ પણ નથી
@______અમુક મુદા રીવાઇન્ડ કરીએ…….
-દેખીતા ખંડણીખોર અને ડીસીપ્લીનમાં વ્યવસ્થાના ભાગરૂપે ખંડણી લેનાર વચ્ચે તફાવત શું?? તો ક્યે એક જ “સત્તા”
–વહીવટ એવી બાબગ છે કે ફ્લેક્સીબલ રહેવુ જ પડે દરેક વખતે રીજીડ ન રહી શકાય કે ” વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ ” દર વખતે ન જ ચાલે
-સરકારના દરેક ખર્ચ કે સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓના દરેક ખર્ચ પબ્લીકના અનેક પ્રકારના ટેક્સની આવકમાંથી જ થાય છે તે રીતે કોઇને ય પણ કઇપણ મહેનત વગર મળે છે કે કોઇ સ્થાન ના કારણે મળે છે કે કોઇ હિસ્સેદારી ગોઠવાય છે તે નાગરીક ચુકવે છે માટે આવા કિસ્સાઓના હાલ આંતર વમળો ભમરાય છે તે સપાટી ઉપર ન આવે તેની તકેદારી પણ જરૂરી છે નહી તો આ વિષયની આગ ઘણાંને દઝાડશે તેમ વિશ્ર્લેષકો કહે છે
—–મીઠા મોંઢાના ok પણ “આખલાઓ” ધરવવાના??
—-ક્રીયેટીવ અધીકારીને અનેક વિભાગ સંભાળવાના ને ઉપરથી “અયોગ્ય માંગણીઓ” …!! વ્યાજબી કામ સમજાય પણ “ધમકીઓ”?? આમાં કામ કેમ થાય?? હજુ ઘણા તો આડાઅવળા થઇ ગયાની ચર્ચા
—કોન્ટ્રાક્ટરોએ પાંચ દસ કરોડથી ઉપરના કામો માટે “ખાસ બજેટ” ફાળવવા પડે તેવી સ્થિતિ-ઉપરથી ગુણવતાનો રખાય આગ્રહ
—ફરીયાદ એક જ થઇ ખંડણીની પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉઘરાણા પ્રજાહિતમાં રોકવા પડશે ને??
–“આચાર: પરમો ધર્મ:”
સદાચરણ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે” જામનગર મનપાનો આ લોગો છે
—જામનગર કોર્પોરેશન ના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેષ કગથરાનુ વોટસએપ સ્ટેટસ ઘણુ કહી જાય છે……તેમનો ઉમદા અભિગમ છે સાથે નૈતિકતા તેમની નસમાં વહે છે ત્યારે જ આવુ લખી શકાય……….પ્બ્લીકલી………….આવો નીચેની ઇમેજમાં જોઇએ
@__________
BGBhogayata
b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)ind.rela.& personnel mang.(dr.r.prasad uni.)
gov.accre.Journalist
jmr
8758659878
bhogayatabharat@gmail.com





