NARMADA

ડેડીયાપાડા ટીલીપાડા થી ઉમરાણ ગામે ડામર રોડ જલ્દી બનાવવા ગ્રામજનો ની માંગ વિધાનસભાની ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.!

ડેડીયાપાડા ટીલીપાડા થી ઉમરાણ ગામે ડામર રોડ જલ્દી બનાવવા ગ્રામજનો ની માંગ વિધાનસભાની ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

 

અવશ્યક સેવાઓ સહિત ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.! ક્યાં સુધી ગ્રામજનોને હાલાકી ભોગવી પડશે..?

 

 

તાહિર મેમણ : ડેડીયાપાડા તાલુકાના અનેક જિલ્લા પંચાયતોમાં આવેલ અને વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલા વિવિધ જિલ્લા પંચાયતના રસ્તાઓના કામો ચાલુ ન થતા આમ જનતાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

ડેડીયાપાડા તાલુકાના વિવિધ જિલ્લા પંચાયતમાં આવેલા બે ગામોને જોડતા રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. લોકોની માંગણીને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ રસ્તાઓ મંજુર તો કરવામાં આવ્યા છે પરંતુ આ રસ્તાઓના કામો જલ્દી શરૂ ન થતા હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને એક ગામ થી બીજા ગામ જવા તેમજ તાલુકા મથકે જવા માટે તકલીફનો સામનો કરવો પડે છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઘણા બધા રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. પરંતુ આ રસ્તાઓના કામો શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. હવે ચોમાસાને થોડા જ મહિનાઓ બાકી છે ત્યારે વહેલી તકે આ રસ્તાઓ બને એવી માંગ ઉઠી છે. આ ખાતમુહૂર્ત કરેલા રસ્તાઓમાં કુંડીઆબા થી કાંટીપાણી જતો રસ્તો, મોસીટ થી સોરાપાડા જતો રસ્તો, કુંભખાડી ગામનો રસ્તો, ટિલિપાડા થી ઉમરાણ જતો રસ્તો, આ ઉપરાંત તાલુકાના અન્ય રસ્તાઓ ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ રસ્તાઓ જલ્દી બનાવવાની માંગ ઉઠી છે.

 

*બોક્સ*

 

ટીલીપાડા એપ્રોચ રોડ ૨.૨૦.કિ.મી અંદાજમાં કરેલ જોગવાઈ મુજબ રિસરફેનસીંગ હતી સાથે જ કામની હાલની સ્થિતિ ટેન્ડર મંજૂરી હેઠળ જણાવવામાં આવ્યું હતું છતાં આટલા લાંબા સમયગાળા દરમિયાન પણ રસ્તા નું કામ ચાલુ ન થતા સ્થાનિક લોકો સહિત અવશ્યક સેવાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે ગામમાં પ્રવેશ માટે ફક્ત એ જ મુખ્ય રસ્તો છે. વિધાનસભા ની ચૂંટણી પુરી થયાને પાંચ પાંચ મહિના વીતવા છતાં રસ્તાઓના કામ ચાલુ નહિ થતા અનેક સવાલો ઉભા થાય છે. ચૂંટણી સમયે નારિયેળ ફોડી રસ્તાઓના ખાતમુહૂર્ત કરતા નેતાઓ આ તરફ ક્યારે ધ્યાન આપશે એ જો રહ્યું !

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!