થરાદમાં સંપૂર્ણતા અભિયાન 2.0 અંતર્ગત 100 સગર્ભા બહેનો માટે પોષણ અને સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજ રોજ icds ઘટક થરાદ 1 એસ્પીરેશનલ બ્લોક અંતર્ગત સંપૂર્ણતા અભિયાન 2.0 અન્વયે ઉપસ્થિત માનનીય કલેક્ટર શ્રી, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી શૈલેષભાઈ, માનનીય ડોક્ટર કરસનભાઈ પટેલ, ગાયનેક ડોક્ટર શ્રી મેહુલભાઈ નાયક,તથા cdpo શ્રી કાશ્મીરાબેન ઠાકર ની ઉપસ્થિત માં 100 સગર્ભા બહેનોને ગાયત્રી મંદિરમાં ગાયત્રી પરિવારના સહયોગથી થરાદ સેજો,ભાચાર સેજો, મોટીપાવડ સેજો એમ 3 ક્લસ્ટર ના કુલ 100 સગર્ભા બહેનોને ગાયત્રી મંદિરમાં ગાયત્રી માતાના સાનિધ્યમાં ગાયત્રી પરિવાર દ્વારા પોષણ, ધાર્મિકતા અને આવનાર બાળકોમાં શુંસંસ્કારનો સિંચન થાય તેવા શુભ આશયથી ઉજવણી કરવામાં આવી.
તેમજ ગાયનેક ડોક્ટર મેહુલભાઈ નાયક દ્વારા ગર્ભધારણના પ્રથમ તબક્કાથી લઈ બાળક ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી ઉછેર નું માર્ગદર્શન આપ્યું. અને માતા પિતાની માનસિક અને શારીરિક તથા આર્થિક સજ્જતા સાથે બાળકનો જન્મ અને ઉછેર થાય તો તેના સારા પરિણામ અંગે ઉદાહરણ સાથે માર્ગદર્શન આપ્યું.
કલેકટર સર શ્રી દ્વારા પણ આપણી સંસ્કૃતિ અને ધાર્મિક ગ્રંથોના ઉદાહરણ સાથે સગર્ભા બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દા અને સુપોષણ અંગે માર્ગદર્શન આપ્યું.
ગાયત્રી હવન દ્વારા બહેનોને આહુતી અપાવી મંત્રોચ્ચાર સાથે શુભ કાર્ય કરાવ્યું.
માનનીય કલેક્ટર શ્રી ના વરદ હસ્તે 500 ગ્રામ સુખડી, 250 ગ્રામ ચીકી, અને ફ્રૂટ દાતાઓ દ્વારા મળેલ તે 100 કીટ સગર્ભા બહેનોને વિતરણ કરવામાં આવી.
દાતા દ્વારા લાડુ શાક રોટલી,પાપડ, છાશ,દાળભાત નું જમણ પણ આપવામાં આવ્યું.
કાર્યક્રમના અંતમાં સીડીપીઓ શ્રી કાશ્મીરાબેન ઠાકર દ્વારા માનનીય કલેકટરશ્રી, શૈલેષભાઈ, પરિવાર અને આવેલ સગર્ભા બહેનોનો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સૌનો આભાર માનવામાં આવ્યો.




