ARAVALLIGUJARATMODASA

મોડાસાના દઘાલીયા પ્રા.શાળા ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસાના દઘાલીયા પ્રા.શાળા ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ

અરવલ્લી જિલ્લા ICDS મોડાસા ઘટક-૨ દઘાલીયા સેજાનો દઘાલીયા પ્રાથમિક શાળા એક ખાતે દઘાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,CDPO અને ગામના આગેવાનોની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં આંગણવાડીમાં થી લાભાર્થીઓને મળતા ટી.એચ.આર ના પેકેટ બાલશક્તિ,માતૃશક્તિ સહિત પેકેટ અને સરગવામાંથી બનતી વાનગીઓને કાર્યકરો,લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.હરીફાઇમાં 1 થી 3 વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,સફળ કાર્યક્રમ યોજવામાં બદલ સુપરવાઈઝર, કાર્યકરો અને ગ્રામજનો ની CDPo ફાલ્ગુની બેન ચૌહાણે આભાર વ્યકત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!