MORBI:મોરબીના નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે મિત્ર સાથે ઝઘડા બાદ બે ઇસમોએ યુવાન સહિત બેને માર માર્યો
MORBI:મોરબીના નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે મિત્ર સાથે ઝઘડા બાદ બે ઇસમોએ યુવાન સહિત બેને માર માર્યો
મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના નીચી માંડલ નજીક રહેતા કાનજીભાઈ રામાભાઈ સુરેલા (ઉ.વ.૨૯) નામના યુવાને આરોપીઓ જીતેન્દ્ર પટેલ અને વિપુલ પટેલ રહે બંને નીચી માંડલ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ નીચી માંડલ ગામે ફરિયાદી સાથે ભાભા શોપિંગ ગોડાઉનમાં રહેતો હતો અને રાધે પાન સેન્ટરમાં કામ કરતો હોય જેને આરોપી જીતેન્દ્ર પટેલ તેના શેઠ સાથે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થતા હિતેષ ફરિયાદી કાનજીભાઈનું બાઈક લઈને તેના ગામડે જતો રહ્યો હતો જેથી આરોપી જીતેન્દ્ર પટેલ કાનજીભાઈ સુરેલા અને કિરણભાઈ પાસે આવી હિતેષને તમે કેમ ભગાડી દીધો કહીને બોલાચાલી કરી હતી આરોપીએ ઝપાઝપી કરી ભૂંડી ગાળો બોલી હિતેષ બાબતે પૂછપરછ કરવા તેની ગાડીમાં બેસાડી રાધે પાન નામની દુકાને લઇ જઈને ખુરશી પર બેસાડી બંને આરોપીએ ત્રણ કલાક સુધી ઢીકા પાટું માર મારી લાકડાના ધોકા વડે મારી કાનજીભાઈ અને કિરણભાઈને ઈજા પહોંચાડી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે