વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૬ ઓગસ્ટ : ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી નોખાણીયા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે તા. ૦૭, ૧૨, ૧૪, ૧૯, ૨૧, ૨૧, ૨૬ અને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ એમ કુલ ૦૮ દિવસ સુધી ૬૦૭ ગરૂડ ફ્લાઈટના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ફાયરિંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે.જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.