GUJARATRAJKOT

આઇ.સી.ડી.એસ ગોંડલ ઘટક ૧ દ્વારા પોષણ માસ ઉજવણી કરવામાં આવી રહી છે

સપ્ટેમ્બર મહિના મા દરરોજ વિવિધ કાર્યક્રમો કરવામા આવશે

વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ગોંડલ ઘટક એકના મોટા દડવા સેજામાં પોષણ માહ ની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં બાળકો ને ઔષધી છોડ અને ઉછેર કાર્યક્રમ ની આજે ૧૨/૯/૨૦૨૪ ના રોજ ઉજવણી કરવામાં આવેલ છે જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સોનલબેન વાળા મુખ્ય સેવિકા નયનાબહેન મહેતા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ધવલભાઇ પરમાર એસ. એ. દિનેશભાઈ પાઘડળ એન એમ કોર્ડીનેટર હેતલબેન ગોવાણી હાજર હતા રાજ્ય સરકાર તરફ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણમાં હની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આઈસીડીએસ વિભાગ ગોંડલ ઘટક ૧ દ્વારા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે અતિકુપોષીત બાળક ની માતા ને માહિતી આપી હતી તેમજ કિશોરી ઓ ને ટી એચ આર અને મિલેટ માંથી વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું અને એનિમિયા વિશે માર્ગદર્શન આપેલ અને મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બરમાં દરમિયાન ઉજવણી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!