દેશના પાટનગર દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરવા અંકલેશ્વર બન્યું એપી સેન્ટર


અંકલેશ્વર GIDC ની આવકાર ડ્રગ્સ બાદ અવસર એન્ટરપ્રાઇઝમાંથી નશાનું ઉત્પાદન ઝડપાયા બાદ જાણે અંકલેશ્વર દિલ્હી અને મુંબઈ માટે DRUGS બનાવી સપ્લાય કરવાનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
સુરતનાં વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ અને અંકલેશ્વર GIDC માં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી દોઢસો ગ્રામ એમ.ડી.ડ્રગ્સ તથા 430 કિલો જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને ₹2 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પકડી લેવાયા છે.
ડ્રગ્સ રેકેટનો પર્દાકાશ સુરત ક્રાઈમબ્રાંચ. સુરત ગ્રામ્ય અને ભરૂચ SOG એ કર્યો છે. રવિવારે સુરત ક્રાઈમ બ્રાન્ચ PI ને બાતમી મળી હતી કે, વિશાલ પટેલ અંકલેશ્વર GIDC એસ્ટેટ અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં MD ડગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો સુરત ડિલિવરી કરાવનાર છે.
સ્કોડા કાર નંબર GJ-16-DK-3299 માં સાંજના છ વાગ્યાના અરસામાં સુરત હાઇવે પર રાજ હોટલ થઈ વેલજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપરથી આ ડ્રગ્સ સપ્લાયરો પસાર થવાના હતા.
સુરત CP ને વાકેફ કરતા JCP ક્રાઈમ અને DCP ક્રાઈમે તાત્કાલીક બાતમીની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ગ્રામ્ય અને ભરૂચ પોલીસ અધિક્ષક સાથે સંકલનમાં રહી ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો અંકલેશ્વર તથા વેલંજા ગામ રંગોલી ચોકડી રવાના કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેક્ટર અને તેઓની ટીમ તથા સુરત ગ્રામ્ય SOGના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાનાં રોડ તરફ જાહેરમાંથી આરોપીઓ મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ અને વિપુલકુમાર જયંતિભાઇ પટેલ નાઓને માદક પદાર્થ MD ડ્રગ્સ વજન 2 કિલો ₹ 2.03 કરોડ સાથે ઝડપાયા હતા. તેની સ્કોડા સ્લાવીયા ફોરવ્હીલ કાર નંબર GJ-16-DK-3299 સાથે કુલ્લે રૂપિયા 2.16 કરોડનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
તે જ રીતે ભરૂચ જિલ્લા SOG PI આનંદ ચૌધરી અને તેમની ટીમને સાથે રાખી સંયુક્ત ઓપરેશન અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમા હાથ ધરાયુ હતું. ફેકટરીમાં દરોડા વેળા આરોપી વિશાલ મુકુંદભાઈ પટેલને માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સ 141 ગ્રામ કિંમત ₹14.10 લાખ સાથે ઝડપી લેવાયો હતો. અવસર એન્ટરપ્રાઇઝમાંથી અન્ય શંકાસ્પદ માદક પદાર્થ ફૂલ વજન 428 કિલોને FSL માં મોકલી અપાયો હતો.
અંકલેશ્વરમાં બે વખત MD ડ્રગ ડ્રગ્સ બનાવી મુંબઈમાં 2 કિલો વેચ્યું
વડોદરાના વિશાલ પટેલના કહેવાથી કેમિકલ પ્રોસેસના જાણકાર મોન્ટુ અને વિરાટ બનાવતા ડ્રગ્સ
પકડાયેલા 4 આરોપીઓએ અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં પકડાયેલ વડોદરાના માણેજાના સંસ્કાર વાટિકાના વિશાલ મુકુંદ પટેલનાં કહેવાથી કેમિકલ પ્રોસેસના જાણકાર મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ ફેક્ટરીમાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવતા.
વિરાટ પટેલનાં માસીના દિકરા સુરત ખાતે રહેતા પલક પટેલ મારફતે ઝડલાયેલ હાલનો જથ્થો મુંબઈ ખાતે કોઈ પાર્ટીને વેંચાણ આપવાનાં હતા.
આ અગાઉ 2 વખત પલક પટેલ મારફતે મુંબઈ ખાતે બે કિલોગ્રામથી વધુનું એમ.ડી.ડ્રગ્સ વેંચાણ કર્યું હોવાની કબુલાત આરોપીઓએ કરી છે.



