CHHOTA UDAIPURGUJARATNASAVADI
બોડેલી તાલુકાના ગણેશ્વર ગામે આંગણવાડીમાં પોષણ માસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
મુકેશ પરમાર નસવાડી
સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે આ વર્ષે તેનો સાતમો સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરિંગ,પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુસાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સરક્ષણ જેવા થીમ આધારિત કાર્યક્રમ યોજાયો રહ્યા છે ત્યારે બોડેલી તાલુકાના માકણી સેજાની ગણેશ્વર ગામની આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી બહેનો દ્વારા પોષણ માસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે “એક પેડ માં કે નામ “જન આંદોલન ના ભાગરૂપે વૃક્ષા રોપણ પણ કરવામાં કરવામાં આવ્યું હતું સાથે પોષણ માસ દરમિયાન આંગણવાડી ની બહેનો દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ પૂરક આહારની સાથે સગર્ભા ધારી કિશોરીઓને સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.