GUJARATMODASA

અરવલ્લી: મહિલા-બાળ વિકાસ કમિશનર ડૉ.રણજીત કુમારની અધ્યક્ષતામાં ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પોષણ સંગમ વર્કશોપ યોજાયો

અરવલ્લી જિલ્લામાં વર્ષ 2024 માં અતિ કુપોષિતના 2231 અને કુપોષિત(ઓછા વજન વાળા)9452નો આંક ચિંતાજનજ !!

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્રપટેલ

અરવલ્લી: મહિલા-બાળ વિકાસ કમિશનર ડૉ.રણજીત કુમારની અધ્યક્ષતામાં ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પોષણ સંગમ વર્કશોપ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં વર્ષ 2024 માં અતિ કુપોષિતના 2231 અને કુપોષિત(ઓછા વજન વાળા)9452નો આંક ચિંતાજનક..!!

 

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર ડૉ.રણજીત કુમારની અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.અરવલ્લી જિલ્લામાં વર્ષ 2024 માં અતિ કુપોષિત 2231 અને કુપોષિત(ઓછા વજન વાળા)9452નો આંક ચિંતાજનજ કહી શકાય.અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગ છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સતત ચર્ચામાં રહ્યું છે.એટલું નહિ એક માસ પૂર્વે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને જિલ્લાની અમૂક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરી કાર્યકરો અને લાભાર્થીઓ ને મળી સરકારની વિવિધ યોજનાઓ થકી લાભર્થીઓને મળતા લાભો વિશે પૂછતાં ગંભીર બાબતો સામે આવી હતી.જેમાં બાળકોને મેનુ મુજબનો નાસ્તો,લાભાર્થી બહેનોને પોષણ પૂર્ણ આહાર અપાતો ન હોવાનું અને આંગણવાડીના ખરીદી દરેક બીલ દીઠ 50 ટકા જે તે સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ દ્વારા ઉઘરાણા તેમજ આંગણવાડી દીઠ એક હજાર રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવતું હોવાનું મુલાકાત દરમિયાન જાણવા મળતા, તેની ગંભીર નોંધ લઈ ચેરમેને અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના અધિકારીને પત્ર લખ્યો હતો.અન્ય વિભગોમાં તો અરજદારો લૂંટાય છે પરંતુ ICDS વિભાગમાં કર્મચારીને લૂંટવામાં આવતા હોવાના છાશવારે આક્ષેપો ઉઠતા હોય છે.જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં રજિસ્ટ્રેશન થયેલ લાભાર્થીઓ ને આધાર કાર્ડ ન હોવાના કારણે સરકારની વિવિધ યોજનાનો લાભ પણ ન મળતો હોવાનું સામે આવ્યું હતું.જિલ્લાના 12 ઘટકોમાં આધાર કેન્દ્રો હોવા છતાં લાભાર્થઓ ને લાભ ન મળતા સવાલો ઉઠ્યા છે.

ગુજરાતમાં કુપોષણ દૂર કરવા રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જે અંતર્ગત સંપૂર્ણ પોષ્ટિક આહાર ને પેકિંગ સ્વરૂપે સગર્ભા,ધાત્રી માતાઓ તેમજ બાળકોના ઘરે પહોંચાડવા માટેના વિશિષ્ટ પ્રયાસ હાથ ધરવાના હોય છે પંરતુ તંત્રમાં ચાલતી લાલિયાવડીના કારણે લાભાર્થીઓ યોજનાકીય લાભ વંચિત રહી જાય છે.

Back to top button
error: Content is protected !!