PANCHMAHALSHEHERA

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને અનોખી ઉજવણી કરી*

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

______

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટર આશિષ કુમારની રાહબરી હેઠળ જિલ્લા અને તાલુકા તથા આઇકોનિક સ્થળ પાવાગઢ સાથે સાથે શાળા કોલજમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી.

 

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં મહિલાઓએ અનોખી રીતે સ્વિમિંગ પૂલની અંદર યોગ કર્યા હતા.વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રુપે ૪૦ થી વધુ મહિલાઓએ આ યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો અને પાણીમાં યોગના કરતબો દેખાડી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. આ યોગ જોઈ લોકો પણ અભિભૂત બન્યા હતા. પાણીમાં યોગ કરવાથી શરીર માટે અનેક ફાયદાઓ થાય છે.આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા,ઝોન કોર્ડીનેટર પિન્કીબેન,યોગ કોચ તેજલ પંચાલ,ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર સોનલબેન, સિનિયર યોગ કોચ સોનલબેન સાથે યોગ ટ્રેનર અને યોગ ગ્રુપના તમામ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.

***

Back to top button
error: Content is protected !!