ગોધરા APMC ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે શપથ ગ્રહણ સમારોહ યોજાયો

પ્રતિનિધી ગોધરા તા.20
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને નાગરિકોએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધીપંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દેશભરમાં નશીલા પદાર્થોના દુરુપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રારના સીધા માર્ગદર્શન હેઠળ ગોધરા APMC ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બજાર સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને નશામુક્ત બનાવી યુવાધનને એક સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવાનો હતો.
*આ પ્રસંગે બજાર સમિતિના કર્મચારીઓ, ખેડૂતો અને નાગરિકો* ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ નશામુક્ત સમાજના નિર્માણના રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બની ભારતને નશામુક્ત બનાવવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા પણ રાજ્યના નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.





