કાલોલ ની એમજીએસ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉત્સાહભેર ઊજવણી

તારીખ ૨૮/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા તથા મેદાપુર ગ્રામ પંચાયત ના માજી સરપંચ બચુભાઈ રાઠવા તથા સીઆરસી કો કલ્પેશભાઈ માછી તથા શાળા ના ટ્રસ્ટીઓ અને આચાર્ય કે પી પટેલ સ્ટાફ સાથે ઊપસ્થિત રહ્યા હતા અને મહેમાનો તથા મિડીયા ના મિત્રો નુ શાબ્દીક સ્વાગત કર્યું હતુ.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત થઈ હતી.સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ હતુ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ના લાભાલાભ વિષે ઘો ૧૧ ની વિજ્ઞાન પ્રવાહ ની વિદ્યાર્થિનીએ સુંદર વક્તવ્ય રજૂ કરેલ.ધો ૯ અને ધો ૧૧ ના વિદ્યાર્થિઓ ને કુમકુમ તિલક કરી પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો હતો. સીઆરસી કો કલ્પેશભાઈ માછી દ્વારા શાળાની ભૌતિક સુવિધાઓ, વિશાળ મેદાન અને કર્મઠ શિક્ષકો ની કામગીરી ને બિરદાવી અને ગુણોત્સવ મા સારુ પરીણામ લાવવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.






