હાલોલના દેવ ડેમ ખાતે મગરના ભોગ બની મૃત્યુ પામેલા પરિવારજનોને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે 10 લાખ રૂ.નો સરકારી સહાય ચેક અર્પણ કરાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૯.૨૦૨૫
હાલોલ તાલુકાના દેવ ડેમ ખાતે પોતાના પશુ ને પાણી પીવડાવવા માટે ગયેલ ધોળીકુઇના અધાડે પર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી લઇ જતા તેનું મોત નીપજ્યું હતું.બનેલી ઘટનામાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વવારા સરકારમાં રજુઆત કરતા આજે બનાવમાં ભોગ બનનાર ના પરીવારને આજે સોમવારના રોજ બપોરના તાલુકા પંચાયત કચેરી ખાતે રૂપિયા દસ લાખ નો ચેક ધારાસભ્ય સભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ ના આરએફઓ સતીભાઈ બારિયા, હાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ કનુભાઈ રાઠોડ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરાવમાં આવ્યો હતો.હાલોલ તાલુકાના ધુળીકૂઈ ગામના પ્રતાપભાઈ સોમાભાઈ નાયક નાઓ 2 જી સપ્ટેમ્બર ના રોજ સાંજના સમયે પોતાના બળદ ને પાણી પીવડાવવા માટે ગયા હતા ત્યાં અચાનક એકાએક વન્યપ્રાણી મગરે તેમના ઉપર હુમલો કરી તેમનો પગ પકડી પાણી માં ખેંચી ગયો હતી. તેઓ એ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા બનાવ ની જાણ હાલોલ ફાયરફાઈટર ની ટીમને કરતા તેની શોધખોળ કરતા મોડી રાત્રે મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનેલ બનાવને લઇ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે સરકાર દ્વવારા મળતી સહાય ને લઇ તેઓએ રજુઆત કરતા ખુબ જ ટૂંકા સમયમાંજ સરકાર દ્વવારા બનાવ માં ભોગ બનનાર પરિવાર ને સરકાર ની સહાયમાંથી મંજુર થયેલ રૂપિયા દસ લાખ નો ચેક આજે તેમના પરિવારજનો ને અર્પણ કર્યો હતો.