કાંકરેજ તાલુકાના થરા ખાતે કાંકરેજ તાલુકા, થરા શહેર કોંગ્રેસ સમિતિની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક મળી..
કાંકરેજ તાલુકાના થરા ખાતે કાંકરેજ તાલુકા, થરા શહેર કોંગ્રેસ સમિતિની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક મળી..
થરા ખાતે કાંકરેજ તાલુકા, થરા શહેર કોંગ્રેસ સમિતિની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક મળી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ ની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બ.કાં.જિલ્લા પ્રભારી બાબુજી ઠાકોર,બ.કાં. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપુત,કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર,બ. કાં.જિલ્લા સહ પ્રભારી મુકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકા, થરા શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક તા. ૦૬/૦૮/૨૦૨૫ ને બુધવાર ના રોજ બપોરે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા તથા તાલુકાના સદસ્યો,પદાધિકારીઓ,કાર્યકરોને સાંભળવામાં આવ્યાં તેમજ ગ્રામ્ય સ્તરેથી તાલુકા સ્તરે સંગઠન વધુ મજબૂત કરવા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ત્યારે તખાજી ઠાકોર, બ.કાં.જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હેમુભાઈ જોષી, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી,ઉપ પ્રમુખ કરશનભાઈ જોષી, બલાજી રાઠોડ,ભવનભાઈ ખાનપુરા,નેકરીયા સરપંચ મોહનભાઈ પટેલ,વેનાજી ઠાકોર કાટેડીયા સહીત વિશાળ સંખ્યા મા કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530