Rajkot: ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળાના ઉદઘાટનની પૂર્વ સંધ્યાએ કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્ય કાર્યક્રમ સ્થળ, સ્વદેશી હાટ, શ્રાવણોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થળ સહિતની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળાના આરંભની પૂર્વ સંધ્યાએ સ્થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્ય કાર્યક્રમ સ્થળ, સ્વદેશી હાટ, શ્રાવણોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થળ સહિત તમામ જગ્યાઓ ખાતે વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

નિરીક્ષણ દરમિયાન કલેક્ટરશ્રીએ મુખ્ય કાર્યક્રમ માટે સ્ટેજ અને બેઠક વ્યવસ્થા તથા મુલાકાતીઓની સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન અંગે અધિકારીઓને દિશાનિર્દેશો આપ્યા હતા. કલેક્ટરશ્રીએ નાગરિકો માટે લોકમેળો સુરક્ષિત અને આનંદદાયક બની રહે તે માટે તમામ સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર આસિ. કલેક્ટર શ્રી ટીના કલ્યાણ તથા શ્રી અતુલ સિંઘ, ડીસીપી ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. એચ. બારોટ, જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી અજય ઝાપડા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



