Rajkot: રાજકોટના ‘વિરાસતથી વિકાસ – ૨૦૨૬’ લોકમેળામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ‘શ્રાવણ ઉત્સવ’ મેળાનું ઉદ્ઘાટન કરાશે
Rajkot: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો ખાતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક તહેવારો નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ અવસરે સ્વસહાય જૂથોની મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના ઉમદા હેતુસર રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાજકોટના લોકમેળામાં ‘શ્રાવણ ઉત્સવ’ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિરાસતથી વિકાસ – ૨૦૨૬’ લોકમેળાના પરિસરમાં તા. ૦૨ થી ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન આ ‘શ્રાવણ ઉત્સવ’ મેળો યોજાશે. જેનું ઉદ્ઘાટન તા. ૦૨ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરાશે. ત્યારે સ્વસહાય જૂથોની સ્થાનિક મહિલાઓ હસ્તકળાની ચીજવસ્તુઓની ખરીદી કરીને, તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, મેયર શ્રી ડો. નેહલભાઈ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, સાંસદ સર્વે શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી ગીતાબા જાડેજા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે.


