GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

MORBI:મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

 

 

‘વિકાસ વાટીકા’ના સંપાદન માટે જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને વહીવટી તંત્રએ અભિનંદન પાઠવ્યા

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી લઈ વિકાસ વાટીકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલશ્રી આચર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની લીધેલ મુલાકાતો અને સરકાર દ્વારા મોરબી જિલ્લાને આપવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મોરબી સહાયક માહિતી નિયામકશ્રી પારુલ આડેસરા, માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજા, ફોટોગ્રાફરશ્રી પ્રવીણભાઈ શનાળીયા, અજય મુછડીયા તથા વહીવટ તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!