GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદર પાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરીનું અધિકારીઓ દ્વારા રૂબરૂ પરીક્ષણ કરાયું

તા.૨૦/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ચીફ ઓફિસરશ્રી અને સિટી મેનેજરે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો

Rajkot: ભાયાવદર શહેરના વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરીની નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તથા સીટી મેનેજર દ્વારા શનિવારે સ્થળ તપાસ કરવામાં આવી હતી.

અધિકારીઓએ શહેરના વિવિધ વોર્ડમાં રૂબરૂ જઈને સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને ડોર ટુ ડોર કલેક્શનના વાહનો નિયમિત રીતે પહોંચે તે માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. લોકોએ કચરાના નિકાલ અને સફાઈ વ્યવસ્થા અંગે રજૂ કરેલા પ્રશ્નોને અધિકારીઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. આગામી દિવસોમાં સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બને અને કચરો લેવા આવતા વાહનો સમયસર નિર્ધારિત રૂટ પર પહોંચે તે માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!