AHAVADANGGUJARAT

DANG: આહવા ગ્રા.પં.ની ગ્રામસભામાં અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા સ્થાનિકોએ હલ્લાબોલ કરતા ગ્રામસભા રદ કરાઇ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ગ્રામ પંચાયત ખાતે આજરોજ ગ્રામસભા યોજવામાં આવી હતી.જોકે ગ્રામસભામાં પ્રાણ પ્રશ્નોને લઈને સંબધિત વિભાગોનાં અધિકારીઓ જ  હાજર ન રહેતા સ્થાનિકોએ ગ્રામ સભામાં હોબાળો મચાવ્યો હતો.ત્યારે ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી.હવે અગામી 6ઠી ઓગષ્ટનાં રોજ બીજી ગ્રામસભા યોજાશે.ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ગ્રામસભા યોજવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો ગ્રામસભામાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ગ્રામ સભામાં સંબધિત વિભાગનાં અધિકારીઓ જ હાજર ન હતા.તેવામાં સ્થાનિકોના પ્રશ્નોને લઇને કોણે રજૂઆત કરવી એ પ્રશ્ન બની જવા પામ્યો હતો.જે બાદ સ્થાનિકોએ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો.આહવા નગરમાં હાલનાં મુદ્દે પાણી,રોડ રસ્તા, વીજળી તથા તળાવ,જમીન સહિતની સમસ્યાઓને લઈને લોકોની રજુઆત હતી.પરંતુ આ વિભાગનાં અધિકારીઓ જ ઉપસ્થિત ન રહેતા કોની પાસે રજુઆત કરવી તે અંગેનો પ્રશ્ન પેચીદો બન્યો હતો.ગ્રામજનોના જણાવ્યા અનુસાર,ગ્રામ સભામાં,તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર હાજર નથી તો પ્રશ્નોને લઈને કોને રજૂઆત કરવી અને પ્રશ્નોના જવાબ કોણ આપશે ? આહવા ખાતે આવેલ તળાવની દયનીય સ્થિતિ નો મુદ્દો છે પરંતુ તેનો જવાબ કોણ આપશે ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા હતા.આમ,સ્થાનિકોએ હલ્લાબોલ કરતા ગ્રામસભા રદ કરવામાં આવી હતી.અને આવનાર 6 ઓગસ્ટનાં રોજ બીજી ગ્રામસભા યોજવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યુ હતુ.ત્યારે આ બાબતે આહવા ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ હરિરામભાઈ સાંવતે જણાવ્યુ હતુ કે આહવા ગ્રામ પંચાયતની આજરોજ ગ્રામ સભા હતી.પરંતુ આ ગ્રામસભામાં મોટા ભાગના વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ન હતા.જેથી કોને રજુઆત કરવી તે પ્રશ્ન બની ગયો હતો.જેથી આ ગ્રામ સભા નગરજનોનાં હિતને ધ્યાનમાં લઈ મોકૂક રાખી આગામી 6 ઓગષ્ટનાં રોજ યોજાશે.જો 6 ઠી ઓગસ્ટનાં રોજ પણ અધિકારીઓ ઉપસ્થિત ન રહે તો ફરી ગ્રામસભા બરખાસ્ત કરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!