થરામા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે ઓગડનો રૂડો અવસર વાર્ષિકોત્સવ-૨૦૨૬ યોજાયો.
થરામા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે ઓગડનો રૂડો અવસર વાર્ષિકોત્સવ-૨૦૨૬ યોજાયો.

થરામા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે ઓગડનો રૂડો અવસર વાર્ષિકોત્સવ-૨૦૨૬ યોજાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત,શ્રી ઓગડ વિદ્યામંદિર, શ્રીમતી એસ.એચ.કેલા ઉ.મા. વિદ્યાલય,આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ,શેઠશ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય,શ્રી પ્રગતિ કો. ઓ.બેંક પ્રાથમિક શાળા,શ્રી મધુશીવ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ- ૨૦૨૬ મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહના અઘ્યક્ષ સ્થાને,પ્રગતિ બેંક થરાના પૂર્વ ચેરમેન ચીનુલાલ પાંચાણીના મુખ્ય મહેમાન પદે ૧૨ મી જાન્યુઆરી ૨૦૨૬ ને સોમવાર ના રોજ રાત્રે યોજાઈ ગયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓગડનો રૂડો અવસર વાર્ષિકોત્સવ-૨૦૨૬ ધો.-૨ થી ૧૨ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પોતાની અનોખી કલાના કામણ પાથર્યા હતા.આ પ્રસંગે થરા નગર પાલિકા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર ગીરાબેન શાહ,રાયમલભાઈ ચૌધરી,શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ શાહ, જીતુભાઈ શાહ,ભુપેન્દ્રભાઈ ધાણધારા હસમુખભાઈ ઝવેરી, યશપાલસિંહ વાઘેલા, ભારમલભાઈ પટેલ,મલાભાઈ દેસાઈ,નિરંજનભાઈ ઠક્કર,પ્રિ. ડૉ.ડી.એસ.ચારણ,આચાર્ય અશોકભાઈ વાલાણી,ગીરાબેન અખાણી, અંજુબેન ઠક્કર, ભલાભાઈ નાડોદા,લાલસિંહ વાઘેલા હાજર રહી વિધાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન જે.ટી.જોષી,વી.કે.ચૌધરી,સ્ટેજ સંચાલન સુહાગ બારોટ તથા સ્ટાફે સુન્દર રીતે કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




