GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ખાતે તા.૧૨ ડિસેમ્બરના રોજ “તામારી મૂડી, તમારો અધિકાર” કાર્યક્રમ યોજાશે

ભારત સરકારના માર્ગદર્શન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકો માટે સુગમ આયોજન

 

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા

આરબીઆઇ દ્વારા ૧૦ વર્ષથી વધુ સમયથી બેંક ખાતાઓમાં બિનવારસી પડી રહેલી રક્મના આંકડા સાથે બેંક ખાતાની જાહેર કરતા રાજ્યમાં વિવિધ બેંકોમાં ૭૮ લાખથી વધુ બેંક ખાતાઓમાં રૂા.૨૮૩૬.૮૧ કરોડની રકમ બિનવારસી પડી રહી છે. જે પૈકી પંચમહાલ જિલ્લામાં ૨.૦૪ લાખ બેંક ખાતાઓમાં રૂપિયા ૪૯.૪૦ કરોડથી વધુ બિનવારસી રકમ પડેલ છે. જેથી બેંક ઓફ બરોડા પંચમહાલ લીડ બેન્ક દ્વારા ભારત સરકારના માર્ગદર્શન હેઠળ “તમારી મૂડી તમારો અધિકાર” નામનો વિશેષ કાર્યક્રમ તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સર્કિટ હાઉસની બાજુમાં આવેલા ફેડરેશન હોલ, ગોધરા ખાતે યોજાશે.આ કાર્યક્રમનું મુખ્ય હેતુ નાગરિકોને તેમના નાણાકીય હિતો, હક્કો અને નાણાંકીય સાક્ષરતા અંગે જાગૃત કરવાનો છે. કાર્યક્રમ દરમ્યાન જિલ્લાની બેંકો દ્વારા ગ્રાહકોને દાવા વગરની રમ પરત આપવાની કેન્દ્ર સરકારની યોજના અંગે માહિતી આપવામાં આવશે. તેમજ નાગરિકોને તેમના ભુલાયેલા અથવા લાંબા સમયથી પડેલા નાણાં મેળવવાં અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!