GUJARAT
શિનોર પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર ને લઈ સાધલી વાહન ચેકિંગ હાથ ધરાયું
ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના સાધલી ૩૧ ડિસેમ્બર ને લઈ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સેગવા તેમજ સાધલી તેમજ અન્ય જગ્યાએ ખાતે શિનોર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સેગવા ચોકડી સહિત સ્ટેટ હાઈવે સાધલી મેઈન સર્કલ પાસે ટીંબરવા રોડ,સેગવા ચોકડી. કરજણ રોડ. વિવિધ જગ્યાએ નાકાબંધી કરી શિનોર પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરાયું હતું તેમાં અગત્યના કાગળો ડ્રીંક એન્ડ ડ્રાઈવ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સીટ બેલ્ટ હેલ્મેટ,પીયુસી વીમો જેવા કાગળો ન હોય તેવા વાહનોને ડીટેઇન કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને સિનોર પોલીસે સૂચના આપી હતી. સિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ જાડેજા સહિત સાધલી આઉટ પોસ્ટ નાં જમાદાર વર્ધાજી, પોલીસ કોન્સ્ટેબલ, કમલેશભાઈ તથા સ્ટાફ દ્વારા ૩૧ ડિસેમ્બર ને લઈ કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું..




