પોતાના લાભ માટે એકસમાન અમર્યાદિત આરટીઆઈ અરજીઓ કરનાર વેજલપુરના ઈસમને માહિતી આયોગની ફટકાર.
તારીખ ૨૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે માળી ફળિયા ના રહીશ અને ખાનગી અખબારના તંત્રી બુધ્ધિસાગર નટવરલાલ શાહ ની 52 જેટલી એકસામટી અપીલ/ફરિયાદ ની ગુજરાત માહિતી આયોગ વતી મુખ્ય માહિતી કમિશનર સુભાષ સોની એ તા ૧૨/૦૩/૨૫ ના રોજ સુનાવણી યોજી હતી જેમાં અરજદાર બુદ્ધિશાગર હાજર રહ્યા નહોતા.જેમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૫ સુધીમાં આ અરજદારે ૨૩૪ જેટલી બીજી અપીલ/ફરિયાદ કરી હોવાનુ જણાવી અરજદાર બુદ્ધિસાગર શાહ દ્વારા ખુબ મોટી સંખ્યામાં અધિનિયમ હેઠળ અરજીઓ કરી વિવિધ જાહેર સત્તા મંડળ પાસેથી માહિતી ની માંગણી કરવામાં આવે છે. વધુમાં આયોગ દ્વારા ફરિયાદીને અપીલ નંબર અ ૪૮૪૫/૨૦૨૨, અ ૪૮૬૦/૨૦૨૨, અ ૪૮૬૧/૨૦૨૨ અન્વયે હુકમ કરી તેઓ માહિતી અધિનિયમ 2005 નો અંગત હેતુ માટે દુરુપયોગ કરી, તેઓ માહિતી અધિકારીની કામગીરીમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે અને આ બાબતે માહિતી આયોગ તરફથી તેઓને કડક સૂચના પણ આપવામાં આવી છે. આમ છતાં તેઓ આવી કામગીરી ચાલુ રાખશે તો તેઓ સામે તરફ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવો હુકમ કર્યો છે. વધુમાં આયોગે પોતાના હુકમમાં નિરીક્ષણ કરતા જણાવ્યું છે કે, ફરિયાદીને કઈ ચોક્કસ માહિતી જોઈએ છે તે બાબતે તેઓ પોતે પણ જાણતા નથી માત્ર ચોક્કસ સમયગાળો દર્શાવીને વિવિધ વિષય /બાબત અંગેની માહિતી માંગે છે. અરજદાર બુદ્ધિશાગર શાહ ની કુલ 52 અરજીઓ પૈકી 51 અરજીનુ વર્ગીકરણ કરતા ૧૭ ફરિયાદમા વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ સુધીની વિસ્તૃત સમયગાળાની પ્રાથમિક દ્રષ્ટિએ વિશાળ પ્રમાણમાં માહિતી માંગી છે.૧૭ ફરિયાદો મા હાલોલ તાલુકાની બે ગ્રામ પંચાયત ઘોઘંબા તાલુકા ની પાંચ ગ્રામ પંચાયત મોરવાહડફ તાલુકા ની સાત ગ્રામ પંચાયત અને શહેરા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત આમ કુલ 17 ગ્રામ પંચાયતોની માહિતી એક થી નવ મુદ્દામાં એક સમાન માહિતી માગેલ છે. જમા મુખ્યત્વે 2017 થી આજ દિન સુધી 14માં અને 15માં નાણાપંચની આવેલ ગ્રાન્ટ તેમાંથી કેવા રોડ બનાવવામાં આવ્યા છે તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપ એગ્રીમેન્ટ વર્ક ઓર્ડર ની કોપી તથા પેમેન્ટ ચુકવણીની વિગતો કરેલ કામના ફોટોગ્રાફ મટીરીયલ ચકાસણીના પ્રમાણપત્ર ૨૦૧૯ થી ૨૦૨૩, છેલ્લા પાંચ વર્ષના ઓડિટ અહેવાલની નકલો, પંચાયતના સભ્યોની યાદી,સૌચાલયના, આવાસોની માહિતી , નલ સે જલ યોજના હેઠળ કરેલ ખર્ચ ની વિગતો ની માહિતી, સિમેન્ટ રેતી કપચી પેવર બ્લોક જેવા મટીરીયલ ના ખર્ચના બિલોની નકલ, મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતીના નિમિત્તે હોર્ડિંગ ની લંબાઈ પહોળાઈ અને બનાવવાના ખર્ચ ની વિગતો માંગી છે બીજી 19 પ્રકારની જે ફરિયાદો કરી માહિતી માગેલ છે તે મુજબ હાલોલ તાલુકાની આઠ ગ્રામ પંચાયત ઘોઘંબા તાલુકા ની આઠ ગ્રામ પંચાયત અને મોરવા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત એમ કુલ મળી 19 ગ્રામ પંચાયતોમાં પણ એક સમાન માહિતી માંગવામાં આવી છે. જેમકે સરપંચ તલાટી કમ મંત્રી ના નામ સરનામા તથા તેમની ફરજ ના સમયગાળા ની માહિતી, સામાન્ય સભા કારોબારી સભા અને બેઠકના ઠરાવો તેમાં સભ્યોની સહી ની નકલો જ્યારે અન્ય પંદર ફરિયાદો પૈકી તમામ 15 શહેરા તાલુકાની ગ્રામ પંચાયતોની માહિતી માગેલ છે જેમાં તમામ એક થી નવ મુદ્દા એક સમાન પ્રકારના છે. આમ ફરિયાદી દ્વારા એક જ પ્રકારની વિશાળ પ્રમાણમાં માહિતી માંગવાથી સત્તા મંડળ ના સમયનો વેડફાટ થાય છે. તા ૧૧/૦૩/૨૫ના રોજ આયોગ દ્વારા આ અરજદારની 32 જેટલી અપીલો ની સુનાવણી કરતા સમયે ફરિયાદીના આયોગ સમક્ષ રજૂ કરેલ તથ્યો શંકાસ્પદ જણાતા આયોગ દ્વારા સીઆઇડી ક્રાઈમ ના તપાસ ગૃહ વિભાગને ભલામણ પણ કરવામાં આવી છે. અરજદાર બુદ્ધિશાગર શાહ ની તમામ ૫૨ અપીલો નામંજૂર કરવામાં આવી અને આયોગ સમક્ષ રજૂ થયેલ વિવિધ અપીલના અપીલકર્તા બુધ્ધિસાગર નટવરલાલ શાહ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ અપ્રમાણસર અરજીઓ કરવામાં આવતી હોવાથી, આયોગ દ્વારા તા.૧૨/૦૩/૨૦૨૫ ના વિગતવાર હુકમથી વિવાદીને નીચે મુજબ આદેશો આપવામાં આવેલ છે. (૧) હુકમની તારીખથી પ્રત્યેક કેલેન્ડર વર્ષમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ વધુમાં વધુ ૧૨ અરજીઓ કરી શકાશે.(૨) પ્રત્યેક અરજીમાં વધુમાં વધુ બે પ્રકરણને લગતી અને વધુમાં વધુ પ(પાંચ) મુદ્દાઓમાં માહિતી માંગી શકાશે.(૩) હુકમની તારીખ બાદ જાહેર સત્તામંડળને કરવામાં આવતી પ્રત્યેક અરજીમાં તેઓએ હુકમમાં દર્શાવ્યા મુજબની બાંહેધરી આપવાની રહેશે.રાજ્યના તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓને આયોગના ઉક્ત હુકમનું પાલન કરવા જણાવવામાં આવે છે. આમ અરજદાર બુદ્ધિશાગર નટવરલાલ શાહ હવેથી પ્રત્યેક કેલેન્ડર વર્ષે મા ૧૨ થી વધુ આરટીઆઈ અરજી કરી શકશે નહીં.