પાલનપુર મહાશિવરાત્રીના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરે સહિત વિવિધ મંદિરોમાં ભક્તો ભોળાનાથ ને દર્શન કરી રિજાવશે

15 ગુરુવારે રિતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મહાશિવરાત્રીના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરે સહિત વિવિધ મંદિરોમાં ભક્તો ભોળાનાથ ને દર્શન કરી રિજાવશે. પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ માં મહાશિવરાત્રી ને લઈને સંપૂર્ણ મંદિર પ્રાગણમાં લાઇટ ડેકોરેશન શોભનીય કરી તૈયારી નો આખરીઓપ અપાઈ ગયો છે આ મંદિર શિવ ભક્તો મહાશિવરાત્રીના દિવસે આ શહેરના વિવિધ શિવ મંદિરોમાં પણ શિવલિંગ ઉપર ભોલેનાથ ને રીજાવા બીલીપત્ર .પ્રસાદ. અભિષેક કરી ઓમ્ નમઃ શિવાય. હર હર મહાદેવ મંત્રથી ધાર્મિક વાતાવરણ ગુંજી ઉઠશે સાંજ ના સમયે અને ભક્તો સામુહિક આરતીમાં હાજરી આપશે
પાલનપુર શહેર માં વિવિધ મહાદેવ ના મંદિરો જેમાં શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાતાળેશ્વર મહાદેવ . રામેશ્વર મહાદેવ. આ ઉપરાંત જિલ્લામાં આવેલા ઐતિહાસિક મંદિરો બાલારામ મહાદેવ .વિશ્વેશ્વર મહાદેવ . બાજાઠીયા હર હર ગંગેશ્વર સહિત અનેક મંદિરે આજે આ શિવરાત્રીના દિવસે ભક્તો ભોલેનાથ દર્શન ને અચૂક હાજરી આપશે જોકે પાલનપુરના નીલકંઠ મહાદેવના મંદિરે નવીન ટ્રસ્ટીઓ દ્વારા સંપૂર્ણ મંદિરના આસપાસ વર્ષો બાદ કલરનું તેમજ લાઈટ ડેકોરેશન નું આ શિવરાત્રી પહેલા કામ કરાવતા સમગ્ર મંદિરનું પ્રાગણ શોભી ઊઠ્યું હતું




