ઉત્તરપ્રદેશના મેરઠ નજીકથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીને ઝડપી પાડતી શહેરા પોલીસ.
પંચમહાલ શહેરા
તા.૨૨/૦૮/૨૦૨૪.
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબશ્રી તથા પંચમહાલ
જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ સાયબર ફ્રોડના ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ
સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એન.વી.પટેલ સાહેબ
નાઓએ નોંધાયેલા વણશોધાયેલ સાયબર ફ્રોડના ગુન્હાઓ ડીટેકટ કરવા ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસનો
વધુમાં વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ.
જે અન્વયે શહેરા પોલીસ સ્ટેશનમાં ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવા સંબંધીત નોંધાયેલ
ગુન્હા સંબંધે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.કે.રાજપુત નાઓએ ફેક ફેસબુક એકાઉન્ટ
ધારકના આઇ.પી. ટ્રેક કરી ટેકનીકલ એનાલીસીસ કરતાં માલુમ પડેલ કે, સદર ફેક ફેસબુક એકાઉન્ટ
ધારક ઉત્તર પ્રદેશના મેરઠ નજીકનો હોવાની હકિકતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સર્વેલન્સ ટીમના માણસો સાથે
ઉત્તર પ્રદેશ રાજ્યમાં જઇ તપાસ કરી સદર ફેક કેસબુક એકાઉન્ટ બનાવનાર ઇસમને ઉત્તર પ્રદેશ રાજ્યના
મેરઠ નજીક મવાના તાલુકાના મીરપુર ગામેથી હસ્તગત કરી શહેરા પોલીસ મથકે પકડી લાવી તેની પાસેથી
ગુન્હામાં વાપરેલ મુદ્દામાલનો મોબાઇલ ફોન કબ્જે કરી તેના વિરૂદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ
ધરેલ છે.
પકડાયેલ આરોપી:-
સુશીલકુમાર અજીતસિંહ ગુર્જર ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.ગામ.-મીરપુર પોસ્ટ-અકબરપુર
સાદત,થાના-બેસુમ તા.મવાના જી.મેરઠ ઉત્તરપ્રદેશ
ડીટેક્ટ કરેલા ગુન્હાની વિગત:-
શહેરા પો. સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૪૦૪૬૭/૨૦૨૪ આઈ.ટી. એક્ટ કલમ ૬૬(ડી) મુજબ