વિજાપુર મોતીપુરા (ભા) જીઇબી રેલ્વે ક્રોસિંગ પર બનેલા અંડર પાસ મા પાણી ભરાઈ જતાં 50 થી વધુ બાળકોના અભ્યાસ ઉપર અસર
વિજાપુર મોતીપુરા (ભા) જીઇબી રેલ્વે ક્રોસિંગ પર બનેલા અંડર પાસ મા પાણી ભરાઈ જતાં 50 થી વધુ બાળકોના અભ્યાસ ઉપર અસર
અનુપમ પ્રાથમિક શાળા દ્વારા અંડર પાસ મા ભરાયેલ પાણી નિકાલ માટે મામલતદાર ને રજૂઆત કરી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મોતીપુરા (ભા) અને જીઇબી પાસે રેલ્વે ક્રોસિંગ પર બનેલા અંડર પાસ રોડ મા વરસાદી પાણી ભરાઇ જતાં શાળા માં જતા વિદ્યાર્થીઓ ના અભ્યાસ ઉપર અસર પડવા પામી છે. મોતીપુરા (ભા) રોડ ઉપર રેલ્વે અંડર પાસ મા વરસાદી પાણી ભરાઈ ગયા બાદ તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ના હોવાથી અહીથી ઇકો ગાડી તેમજ સ્કૂલ રીક્ષા તેમજ બાઇકો એક્ટિવા વગેરે ફસાઈ જવા પામી છે. જેના કારણે આસપાસ સોસાયટી માંથી અનુપમ પ્રાથમિક શાળા સરદાર સ્કૂલ આશ સેકન્ડરી સ્કૂલ સહિત શાળાઓમા અભ્યાસ માટે આવતા બાળકો અટવાઈ પડતા શાળામાં બાળકો ની શાળા માં પાંખી ગેર હાજરી પડી છે. જેના લીધે અભ્યાસ ઉપર ઘણી અસર થવા પામી છે. હાલ એક ઇંચ જેટલા વરસાદ મા અંડર પાસ મા પાણી ભરાઈ જતું હોય તો બે થી ચાર ઇંચ વરસાદ મા આખું અંડર પાસ મા પાણી ભરાઈ જવાનો ડર છે. અહી થી વિસનગર જવા માટે પણ આ રોડ મુખ્ય વિકલ્પ છે. અહી થી ઘણા નાના મોટા વાહનો પસાર થાય છે. જો અહી ભરાયેલા પાણી ના નિકાલ માટે ની કોઈ વ્યવસ્થા કરવા મા નહિ આવે તો ભવિષ્ય મા અહી મોટો અકસ્માત નો ખતરો રહેલો છે. જેથી સત્વરે પ્રશ્ન નો નિકાલ કરવા અનુપમ પ્રાથમિક શાળા દ્વારા માંગ કરવા મા આવી છે.આ બાબતે મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને શાળાના આચાર્ય દ્વારા લેખીત રજુઆત પણ કરવા મા આવી છે. જ્યારે જીઇબી પાસેના રેલ્વે ક્રોસિંગ મા પણ વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ના હોઈ અહી પણ ટીબી વિસ્તાર માં આવેલ આશ સેકન્ડરી સરદાર સ્કૂલ સહિત ની શાળામાં જતા બાળકો અટવાઈ જવા પામ્યા હતા. જેની બાળકો ના અભ્યાસ ઉપર સીધી અસર પડી હતી.