
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મહાશિવરાત્રિના પાવન પર્વે GPYG મોડાસા દ્વારા 142મા પ્રાણવાન સ્વ.સોમાલાલ મોતીરામ રાઠોડની યાદમાં વૃક્ષારોપણ કરી ભાવભીની શ્રધાંજલિ અર્પણ
મોડાસા ખાતે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા 142મા પ્રાણવાન રવિવારની અર્થપૂર્ણ ઉજવણી મહાશિવરાત્રિના પાવન પર્વ પર અરવલ્લી જિલ્લા પત્રકાર વૈભવ રાઠોડના પિતાશ્રી સ્વ. સોમાલાલ મોતીરામ રાઠોડની યાદગીરી સ્વરૂપે ઘરના આંગણે છોડ વાવીને ભાવભીનીશ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પત્રકાર એકતા પરિષદ મોડાસા તાલુકાના પ્રમુખ તથા અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડ અને ભાવેશભાઈ રાઠોડના પિતાશ્રીના નિધનની સ્મૃતિઓ સદૈવ જીવંત રહે તેવા ઉદ્દેશ્ય સાથે તેમના નિવાસસ્થાનના આંગણે છોડનું રોપણ કરવામાં આવ્યું હતું અને પરિવારજનો તથા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપના સભ્યો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે આ છોડનું જતન પિતાની જેમ જ પ્રેમ અને લાગણીથી કરવામાં આવશે.પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વર્ગસ્થ પિતાશ્રીની સદાય હાજરીની લાગણીને જીવંત રાખવાનો એક સકારાત્મક પ્રયાસ છે.સ્વર્ગસ્થના પુત્ર ભાવેશભાઈ રાઠોડે સમાજને નમ્ર અપીલ કરતાં જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના પિતા કે સ્વજનની સ્મૃતિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ જેનાથી તેમની યાદો જીવંત રહે અને વૃક્ષો પક્ષીઓ માટે આહાર અને આશ્રય પૂરું પાડે છે તથા પ્રાણવાયુ આપીને પર્યાવરણનું સંતુલન જાળવતા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.વૃક્ષારોપણ દરમ્યાન JPYG મોડાસા ગ્રુપના સભ્યો દ્વારા ગાયત્રી મંત્રના જપ સાથે પુસ્તક અર્પણ કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસાના પ્રગ્નેશ કંસારા, જનક ઉપાધ્યાય, કિરણ પટેલ, વિરેન્દ્ર સોની, નીતિનભાઈ સોની, જીલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહીને 142 મા પ્રાણવાન રવિવાર પત્રકાર વૈભવ રાઠોડના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરીને સેવા, સંકલ્પ અને સંસ્કાર સાથે પર્યાવરણ જાગૃતિને જોડતી આ પહેલે સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો અને પત્રકાર વૈભવ રાઠોડના પરિવારે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો





