સાબરકાંઠા જિલ્લા માં અને સમગ્ર ગુજરાત માં ખેતીલાયક જગ્યાઓ અને પિયત જમીનો સિમેન્ટના જંગલો બની રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લા માં અને સમગ્ર ગુજરાત માં ખેતીલાયક જગ્યાઓ અને પિયત જમીનો સિમેન્ટના જંગલો બની રહ્યા છે. આજ નહીં તો આવનાર સમય માં આવતી નવીન પેઢીઓ ને અત્યારે વર્તમાન સમયમાં કરેલી ભૂલો વિનાશ તરફ લઈ જશે તેની કોઈ નવાઈ નહીં . ભૂગર્ભ જળ ખતમ થઈ રહ્યા છે પૃથ્વીના પેટાળમાં રસ્તાઓ અને ખેતીલાયક પીયત જમીન નો પર સિમેન્ટના જંગલો બની રહ્યા છે ત્યારે વરસાદી પાણી કઈ રીતે ભૂગર્ભ માં જળ જશે. આવનાર પેઢી માટે ખૂબ જ ગંભીર વિષય બની રહ્યો છે. સરકારી બાબુ ઓ ભ્રષ્ટાચાર આચરી ને પિયતને બિન પિયત કરી. ખેતીલાયક જમીનો એન .એ કરી. ખેતીની જમીનો બરબાદ કરી રહ્યા છે જંગલો નષ્ટ થઈ રહ્યા છે. જો સમયસર જંગલો અને જમીનો બચાવવામાં નહીં આવે તો માનવજીવન નું જીવવું મુશ્કેલ થઈ જશે. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાનું કારણ માત્રને માત્ર સરકારી બાબુ ઓ. ભ્રષ્ટાચાર કરી વૃક્ષોનો નિકંદન આંખો સમક્ષ વૃક્ષો કપાતા હોવા છતાં પણ આખા આડા કાન કરી રહ્યા છે. વિશ્વમાં ભારત દેશ ભ્રષ્ટાચાર ના વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યો છે. સરકારમાં બેસેલા આપણા પ્રતિનિધિ ઓ જાણે કાંઈ કોઈની પડી જ નથી. ચોક્કસથી વિચારવા જેવો વિષય છે. ઉપરોક્ત બાબતો સમાજમાં બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. લોક મુખે ચર્ચાઈ રહી છે.