GUJARATJUNAGADH

જૂનાગઢમાં સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અન્વયે આશા વર્કર બહેનો માટે કેપીસીટી બિલ્ડીંગ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અન્વયે આશા વર્કર બહેનો માટે કેપીસીટી બિલ્ડીંગ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અન્વયે આશા વર્કર બહેનો માટે જૂની ઝનાના સિવિલ હોસ્પિટલ ખાતે કેપીસીટી બિલ્ડીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પી.સી.પી.એન.ડી.ટી. એકટ અને એમ.ટી.પી. ની માહિતી આપ્યા બાદ બંને કાયદા વચ્ચેનો તફાવત સર્વેને સમજાવવામાં આવ્યો હતો. MTP એકટ ગર્ભપાત (abortion) પર કાયદાકીય નિયંત્રણ આપે છે. જ્યારે PCPNDT એકટ લિંગ નિરીક્ષણ અને લિંગ આધારિત ગર્ભપાતનને રોકે છે.ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩, ઘરેલું હિસા અધિનિયમ ૨૦૦૫, વિવિધ કલ્યાણકારી મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપ્યા બાદ પ્રતિકાર ફિલ્મ આશા વર્ક બહેનોને દેખાડવામાં આવી હતી.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ હબ ફોર એમ્પાવરમૅન્ટ ઓફ વીમેન, આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉકત કાર્યક્રમ દરમિયાન હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનમાંથી કૃપાબેન ખુંટ, મીનાક્ષીબેન ડેર, શરમેશભાઈ ભરડા, OSC ટીમમાંથી શ્રી દિવ્યાબેન ચાવડા, આરોગ્ય સ્ટાફમાંથી સમીરભાઈ માથુકીયા તેમજ આશાવર્કર બહેનો હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!